News of Thursday, 16th October 2025
પદ-પ્રતિષ્ઠતા અને ખુરશી કરતા કાર્યકર્તાઓ માટે અભિમાન છેઃ જગદીશ વિશ્વકર્મા
દેશની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી અને તેના પ્રદેશ અધ્યક્ષ હોવુ અને લાખો-કરોડો કાર્યકર્તાઓનો ખભો મને મળતો હોય ત્યારે આ : રાજકોટવાસી ગુજરાત કે દેશ-વિદેશના કોઇપણ ખુણે હોય તો પણ બપોરનું છાપુ વાંચવાની ટેવ ભુલે નહી એટલે રાજકોટ મીડિયાની આગવી છાપ પ્રિન્ટ-ઇલેક્ટોનિક મીડિયાએ ઉભી કરી છે તે બદલ મીડિયા કર્મીઓને અભિનંદનઃ ભાજપનો કાર્યકર્તા એટલે વિચારધારાનું ઘડતર,ભાજપનો કાર્યકર્તા એટલા મારી પ્રેરણા,મારી તાકાત.. મારા જીવવાની અંતિમ ક્ષણ સુઘી મારૂ અમુલ્ય ઘરેણુ જો કોઇ હશે તો તે ભાજપનો કાર્યકર્તાઃ જગદીશ વિશ્વકર્મા : રાજકોટ જિલ્લા-મહાનગર અને મોરબી જિલ્લા દ્વારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ રાજકોટ ખાતે વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં યોજાયો : રાજકોટના સાંસદ તરીકે નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીને અંતકરણ શુભેચ્છા પાઠવું છું: પુરષોત્તમભાઇ રૂપાલા

રાજકોટ કહે તેમ કરવું પડેઃ વિશ્વકર્માજી અભિવાદનથી ગદગદીત : રાજકોટઃ પ્રદેશ ભાજપના નવનિયુકત પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીએ ગઇકાલે પ્રથમવાર રાજકોટની મુલાકાત કરતા શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ખાતે તેમનો શાહી અભિવાદન સમારોહ યોજયો હતો. શહેર ભાજપ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીથી બાઇક અને કારના જબ્બર કાફલા સાથે જગદીશ વિશ્વકર્માજીને રેસકોર્ષ ખાતે લાવવામાં આવ્યા હતા. આ સમારોહમાં ભાજપના વિવિધ મોરચા, વોર્ડમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહયા હતા. આ તકે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ- આગેવાનો દ્વારા વિશ્વકર્માજીનું સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો. આ તકે જગદીશ વિશ્વકર્માજી ગદગદીત બન્યા હતા અને જણાવેલ કે, રાજકોટ કહે તેમ કરવું પડે, આજે વટ પાડી દીધો. તેમણે પાર્ટીની એકતા અને રાજકોટના વિકાસ પ્રત્યેનો ગર્વ આ કાર્યક્રમથી ઉજાગર થયો હોવાનું પણ જણાવ્યું હતું. અંતમાં તેમણે દિવાળીમાં તમામ વસ્તુઓની સ્વદેશી ખરીદી કરવા અપીલ કરી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨.૧૧)
રાજકોટ તા.૧૬: રાજકોટ જિલ્લા-મહાનગર અને મોરબી જિલ્લા દ્વારા નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ રાજકોટ ખાતે યોજાયો. જગદીશભાઇ વિશ્વકર્માજી પ્રદેશ પ્રમુખ તરીકેના પદભાર સંભાળ્યા પછી પહેલી વખત રાજકોટ ખાતે ઉપસ્થિત રહેતા કાર્યકર્તાઓએ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ આગેવાન વજુભાઇ વાળાએ આશીર્વચન રજૂ કર્યા હતા તેમજ રાજકોટ શહેરના પ્રમુખ ડો.માધવભાઇ દવે, સાંસદ પુરષોત્તમભાઇ રૂપાલાજીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીએ કાર્યક્તાઓને ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, રાજકોટવાસીઓએ વટ પાડી દીધો છે. મારા દરેક ઝોનમાં કાર્યક્રમ થઇ રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્ર ઝોનનો કાર્યક્રમ મારા માટે વિશેષ છે કારણ કે જેમણે ભારતીય જનતા પાર્ટીની ઇમારત મોટી કરી છે અને ભાજપ માટે જેમને ઘડતરનો પાયો નાખ્યો છે તેવા ત્રણ પુર્વ પ્રદેશ અધ્યક્ષશ્રીઓ ઉપસ્થિત છે. દેશની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી અને તેના પ્રદેશ અધ્યક્ષ હોવુ અને લાખો-કરોડો કાર્યકર્તાઓનો ખભો મને મળતો હોય ત્યારે આ પદ-પ્રતિષ્ઠતા અને ખુરશી કરતા કાર્યકર્તાઓ માટે અભિમાન છે. કાર્યકર્તાઓ રાત-દિવસ તડકો છાંયો જોયા વગર આપણી પડખે ઉભો હોય ત્યારે તે વાતનું અભિમાન છે. મને દેવ દુલર્ભ કાર્યકર્તાઓના દર્શન કરવાની તક મળી છે. આજે સૌરાષ્ટ્રવાસીઓનો અતુટ પ્રેમ છલકાયો છે.
જગદીશ વિશ્વકર્માએ જનસંઘ સમયના કાર્યકર્તાઓને યાદ કરતા વધુમાં જણાવ્યું કે, જનસંઘ સમયના કાર્યકર્તાઓમા ચિમનભાઇ શુક્લ અને સુર્યકાન્તભાઇ આચાર્ય સહિત ઘણા કાર્યકર્તાઓએ અસામાજીક તત્વો વિરોધી અભિયાન ચલાવ્યું હતું. સ્વ.શ્રી વિજયભાઇ રૂપાણીજીને યાદ કરતા જણાવ્યું કે તેમણે મને કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકેની જવાબદારી આપી હતી અને કહ્યુ હતું કે પ્રદેશના અધ્યક્ષ કરતા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષની વિશેષ જવાબદારી હોય છે અને વઘારે કામ હોય છે. કોઇ પણ નવી વસ્તુનુ ઇનોવેશન થાય તો તેમા રાજકોટ મોખરે હોય.જીવન જીવવાની અને તહેવારો માણવાની કળા રાજકોટવાસીઓ પાસેથી શીખવી પડે. રાજકોટ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ને ખૂબ જ જુનો નાતો રહ્યો છે. મોદી સાહેબે ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીઘા ત્યારે સૌથી વઘુ પ્રેમ સાથે ખોબલેને ખોબલે મત રાજકોટે આપ્યા હતા.આજે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ કહે છે કે રાજકોટ વાસીઓનું રૂણ ક્યારેય ભુલાય તેમ નથી. સૌરાષ્ટ્રના ઘરે ઘરે પાણી પહોચાડવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કર્યુ છે. સરદાર વલ્લભભાઈ પટેલે સેવેલુ સ્વપ્ન સાકાર કરવાનું કાર્ય પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કર્યુ છે. સરદાર સરોવર ડેમ પરિપુર્ણ થાય તે માટે ઉપવાસ પર બેઠા હતા અને ૨૨ વર્ષ સુધી કોંગ્રેસની સરકારે ડેમના દરવાજા લગાવવાની મંજુરી આપી ન હતી પરંતુ નરેન્દ્રભાઇ મોદી વડાપ્રઘાન બનતા જ પહેલુ કામ દરવાજા લગાવવાની મંજુરી આપી.
જગદીશભાઇએ વધુમાં જણાવ્યું કે, રાજકોટવાસી ગુજરાત કે દેશ-વિદેશના કોઇ પણ ખુણે હોય તો પણ બપોરનું છાપુ વાંચવાની ટેવ ભુલે નહી એટલે રાજકોટ મીડિયાની આગવી છાપ પ્રિન્ટ-ઇલેક્ટોનિક મીડિયાએ ઉભી કરી છે તે બદલ મીડિયા કર્મીઓને અભિનંદન. રાજકોટની ઘરતી પર વિશ્વની કોઇ પણ પ્રોડકટ બનાવવાની હોય તો રાજકોટ વાસીને ખાલી પ્રોડકટ આપો તેવી જ પ્રોડકટ બીજા દિવસે તૈયાર કરી દે તેવી કુશળ કારીગરી રાજકોટના લોકોને મળી છે. આજે રાજકોટમા ડિફેન્સની મશીનરીના પાર્ટ પણ રાજકોટમાથી બનીને જાય છે તે નાની ઘટના નથી. ઓટોક્ષેત્ર સાથે જોડાયેલા નાના-નાના પાર્ટ રાજકોટ બનાવે છે. વડાપ્રધાનશ્રીએ આપણને આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીનો સંકલ્પ આપ્યો છે તેને વઘુ મજબૂત બનાવીએ. પહેલા આપણે ક્યારેય વિચાર્યુ ન હતુ કે આપણી પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે, ઘણા વિકાસલક્ષી કાર્યો આજે સૌરાષ્ટ્રમા થયા છે. આજે એઇમ્સ હોસ્પિટલ પણ રાજકોટમાં આવી છે તેનો શ્રેય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ને આપવો પડે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી આપણને વિકાસની રાજનીતીનો મંત્ર આપ્યો છે. ભાજપનો કાર્યકર્તા એટલે વિચારઘારાનું ઘડતર,ભાજપનો કાર્યકર્તા એટલા મારી પ્રેરણા,મારી તાકાત મારા જીવવની અંતિમ ક્ષણ સુઘી મારુ અમુલ્ય ઘરેણુ જો કોઇ હશે તો મારી સામે બેસેલો કાર્યકર્તા. વાઇબ્રન્ટ ગુજરાત જ્યારે ૨૦૦૩મા લોન્ચ થયુ ત્યારે વિપક્ષના મિત્રો મજાક ઉડાવતા હતા કે આ વાઇબ્રન્ટ ગુજરાત છે શું પણ આજે દેશના તમામ રાજયોમા ભલે નામ બદલાયું હોય પણ વાઇબ્રન્ટ ગુજરાતના મોડલને સૌએ સ્વીકાર્યુ છે.
સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાજીએ પ્રદેશ અધ્યક્ષને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજી એવા સમયે ગુજરાત ભાજપનું નેતૃત્વ સંભાળી રહ્યા છો જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમગ્ર દેશને વિકસીત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવા પુરુષાર્થ કરી રહ્યા છે ત્યારે વિકસીત ગુજરાત વિકસીત ભારતનું એન્જિન બની રહ્યું છે અને આપના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ સફળ થાય તેમજ ભારતીય જનતા પાર્ટી ના સૌ કાર્યકર્તાઓને સાથે લઇ યોગ્ય દિશા આપી પાર્ટીને યોગ્ય નેતૃત્વ પુરુ પાડીને પાર્ટીને વઘુ તેજસ્વી બનાવો તેવી શુભકામના પાઠવુ છું.
આ કાર્યક્રમમાં પુર્વ પ્રદેશ અધ્યક્ષ, વજુભાઇ વાળા, પુરષોત્તમભાઇ રૂપાલા, આર.સી.ફળદુ, પ્રદેશના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા રાજયનામંત્રી ભાનુબેન, રાઘવજીભાઇ પટેલ, કુવરજીભાઇ, પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જ ઘવલભાઇ દવે, રૂત્વીજભાઇ પટેલ, સંદિપભાઇ દેસાઇ, રાજકોટ જીલ્લાના પ્રમુખ અલ્પેશભાઇ ઠોલરીયા, રાજકોટ શહેર પ્રમુખ માઘવભાઇ દવે મોરબી જિલ્લાના પ્રમુખ જયંતિભાઇ રાજકોટિયા સહિત સાંસદ સભ્યો,ઘારાસભ્યો તેમજ પ્રદેશ-જિલ્લાના વિવિઘ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સાઘુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૨૨)
વિજયભાઇએ મને કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકે જવાબદારી સોંપેલ : જીવનભરની યાદગીરી વર્ણવતા જગદીશ વિશ્વકર્મા
જુના જનસંધીઓ સ્વ. ચિમનભાઇ, સ્વ. સૂર્યકાંતભાઇ સહિતના આગેવાનો એ અસામાજીક તત્વો સામે અભિયાન ચલાવેલ
રાજકોટ : ભાજપના નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખ તરીકેના પદભાર સંભાળ્યા પછી પહેલી વખત રાજકોટ ખાતે પધારેલ જગદીશભાઇ વિશ્વકર્માએ વિજયભાઇ રૂપાણીને યાદ કરતા કહ્યું કે, મને અમદાવાદ શહેર પ્રમુખની જવાબદારી આપી હતી તેમને હું આજે વંદન કરૂ છું.
જગદીશ વિશ્વકર્માએ જનસંઘ સમયના કાર્યકર્તાઓને યાદ કરતા વધુમાં જણાવ્યું કે, જનસંઘ સમયના કાર્યકર્તાઓમાં ચિમનભાઇ શુકલ અને સૂર્યકાન્તભાઇ આચાર્ય સહિત ઘણા કાયૃકર્તાઓએ અસામાજીક તત્વો વિરોધી અભિયાન ચલાવ્યું હતું. સ્વ. શ્રી વિજયભાઇ રૂપાણીજીને યાદ કરતા જણાવ્યું કે તેમણે મને કર્ણાવતી મહાનરગના પ્રમુખ તરીકેની જવાબદારી આપી હતી અને કહ્યું કે પ્રદેશના અધ્યક્ષ કરતા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષની વિશેષ જવાદબારી હોય છે અને વધારે કામ હોય છે. (૯.૧૭)
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
