News of Thursday, 16th October 2025
નેસ્લે 16000 કર્મચારીઓને છુટા કરશે : 12000 ઓફિસ જોબ ખતમ થશે: 4000 મેન્યુફેક્ચરિંગ નોકરી પણ જશે
આગામી વર્ષના અંત ભાગ સુધીમાં ખર્ચને 3.76 અબજ ડોલરથી ઘટાડીને 3.13 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી :વિશ્વની સૌથી મોટી પેકેજ્ડ ફૂડ કંપની નેસ્લેએ ગુરુવારે એક આઘાતજનક જાહેરાત કરી છે કે તે પોતાને ત્યાં 16000 કર્મચારીઓની નોકરીનો અંત લાવવા જઈ રહી છે. કંપનીના નવા CEO ફિલિપ નવરાટિલએ જણાવ્યું હતું કે આ પગલું વેચાણ વૃદ્ધિને વેગ આપતા અને કંપનીને વધારે કુશળ કરવા માટે ભરવામાં આવ્યું છે.
Nescafe drink, પુરિના પેટ ફૂડ તથા અન્ય પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી નેસ્લેએ જણાવ્યું હતું કે તે નોકરીઓમાં આ ઘટાડો આગામી બે વર્ષમાં કરવામાં આવશે. સ્વિસ કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે તે આગામી વર્ષના અંત ભાગ સુધીમાં ખર્ચને 3.76 અબજ ડોલરથી ઘટાડીને 3.13 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ અપેક્ષા કરતાં સારું વેચાણ નોંધાવ્યું છે, કોફી અને કન્ફેક્શનરીમાં વધતી માંગ તથા કિંમતમાં સુધારાને લીધે માનવામાં આવે છે.
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે ફિલિપ નવરાટિલ કે જેઓ અગાઉ Nespresso ડિવિઝનના પ્રમુખ હતા. તેમણે સપ્ટેમ્બર મહિનામાં ભૂતપૂર્વ CEO લોરેન્ટ ફ્રેડક્સનું સ્થાન લીધુ હતું.
નેસ્લેએ આપેલી માહિતી પ્રમાણે આગામી સમયમાં કૂલ 16000 નોકરીમાં ઘટાડો કરવામાં આવશે. આ પૈકી 12000 નોકરી ઓફિસ નોકરી તથા 4000 મેન્યુફેક્ચરિંગ તથા સપ્લાઈ ચેઈન હોદ્દાનો સમાવેશ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપની વિશ્વભરમાં અત્યારે 2.77 લાખ કર્મચારી ધરાવે છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
