News of Thursday, 16th October 2025
બિહાર વિધાનસભાની ચૂંટણી : કોંગ્રેસના 48 ઉમેદવારોની પહેલી યાદી જાહેર
કોંગ્રેસે બગાહાથી જયેશ મંગલ સિંહ, નૌતનથી અમિત ગિરી, ચાણપટિયાથી અભિષેક રંજન, બેતિયાથી વાસી અહેમદ, રક્સૌલથી શ્યામ બિહારી પ્રસાદ, ગોવિંદગંજથી શશિ ભૂષણ રાય ઉર્ફે ગપ્પુ રાય, સીતામઢીથી અમિત કુમાર સિંહ તુન્ના, એન્જીનીયર નવીન કુમાર (બીજીપી) અને નવીન કુમાર (બીજી)ને મેદાનમાં ઉતાર્યા

નવી દિલ્હી :કોંગ્રેસ પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 48 ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી છે. નામાંકનની અંતિમ તારીખ નજીક આવતા મહાગઠબંધન (RJD, કોંગ્રેસ અને અન્ય) માં બેઠકોની વહેંચણી અંગે અનિશ્ચિતતા વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસની યાદીમાં પ્રથમ અને બીજા તબક્કા માટે ઘણા મુખ્ય મતવિસ્તારોનો સમાવેશ થાય છે, પરંતુ ગઠબંધન ભાગીદારો સાથે અંતિમ ફોર્મ્યુલાની રાહ જોવાઈ રહી છે.
બિહાર વિધાનસભામાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા શકીલ અહેમદ ખાન કડવાથી ચૂંટણી લડશે અને પીસીસી પ્રમુખ રાજેશ રામ કુટુમ્બાથી ચૂંટણી લડશે. ગરીબ દાસ બચવાડાથી ચૂંટણી લડશે, જ્યાં સીપીઆઈએ પહેલાથી જ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. એક અર્થમાં આ બેઠક બંને મહાગઠબંધન સાથીઓ વચ્ચે મૈત્રીપૂર્ણ મુકાબલો હશે. આનંદ શંકર સિંહ ફરીથી ઔરંગાબાદથી ચૂંટણી લડશે.
કોંગ્રેસે બગાહાથી જયેશ મંગલ સિંહ, નૌતનથી અમિત ગિરી, ચાણપટિયાથી અભિષેક રંજન, બેતિયાથી વાસી અહેમદ, રક્સૌલથી શ્યામ બિહારી પ્રસાદ, ગોવિંદગંજથી શશિ ભૂષણ રાય ઉર્ફે ગપ્પુ રાય, સીતામઢીથી અમિત કુમાર સિંહ તુન્ના, એન્જીનીયર નવીન કુમાર (બીજીપી) અને નવીન કુમાર (બીજી)ને મેદાનમાં ઉતાર્યા છે. ફુલપારસથી સુબોધ મંડલ, ફોર્બ્સગંજથી મનોજ વિશ્વાસ, બહાદુરગંજથી પ્રો. મસ્વાર આલમ ઉર્ફે મુશબ્બીર આલમ, મણિહારી (ST)થી મનોહર પ્રસાદ સિંહ, કોર્હા (SC)થી પૂનમ પાસવાન, સોનબરસા (SC)થી સરિતા દેવી, બેનીપુરથી મિથિલેશ કુમાર ચૌધરી, સાકદા (SC)થી ઉમેશ રામને ટિકિટ આપવામાં આવી છે.
મુઝફ્ફરપુરથી બિજેન્દ્ર ચૌધરી, ગોપાલગંજથી ઓમ પ્રકાશ ગર્ગ, કુચાયકોટથી હરિ નારાયણ કુશવાહા, લાલગંજથી આદિત્ય કુમાર રાજા, વૈશાલીથી એન્જિનિયર સંજીવ સિંહ, રાજા પાકડ (SC)થી પ્રતિમા કુમારી, રોસેરા (SC), બ્રજ કિશોર રવિ, બછવાડાથી શિવ પ્રકાશ ગરીબ દાસ, બેગુસરાયથી અમિતા ભૂષણ, ખાગરિયાથી ડો.ચંદન યાદવ, બેલદૌરથી મિથલેશ કુમાર નિષાદ, ભાગલપુરથી અજીત કુમાર શર્મા, સુલતાનગંજથી લાલન યાદવ, અમરપુરથી જીતેન્દ્ર સિંહ, લખીસરાયથી અમરેશ કુમાર, બરબીઘાથી ત્રિસુલધારી સિંહ, બિહાર શરીફથી ઓમર ખાન, નાલંદાથી કૌશલેન્દ્ર કુમાર ઉર્ફે છોટે મુખિયા, હરનૌતથી અરુણ કુમાર બિંદ કોંગ્રેસના ઉમેદવાર હશે.
કોંગ્રેસે કુમ્હરારથી ઈન્દ્રદીપ ચંદ્રવંશી, પટના સાહિબથી શશાંત શેખર, બિક્રમથી અનિલ કુમાર સિંહ, બક્સરથી સંજય કુમાર તિવારી, રાજપુર (SC), વિશ્વનાથ રામ (SC), ચેનારી (SC), મંગલ રામ, કરગહરથી સંતોષ મિશ્રા, કુટુમ્બા (SC)થી રાજેશ રામ, અવધેશ કુમાર અને અવધેશ કુમાર સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
