<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

શેરબજારમાં દિવાળીનું મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે છે ? :જાણો સમય અને તારીખ :ક્યાં સુધી ચાલશે ક્લોઝિંગ સત્ર ?

દાયકામાં પ્રથમ વખત પરંપરાગ ટ્રેડિંગ સમયને સામાન્ય રીતે સાંજના સમયને બદલીને બપોરનો કરવામાં આવ્યો

નવી દિલ્હી :આ દિવાળીની રજાઓને લઈ અનેક ગુંચવણભરી સ્થિતિ છે. ખાસ કરીને શેરબજાર ખુલવા અને બંધ થવા અંગે પણ કંઈક આવી જ સ્થિતિ પ્રવર્તિ રહી છે.

હકીકતમાં રોકાણકારો એ વાતને સ્પષ્ટ નથી કે છેવટે આ વખતે ભારતીય શેરબજારમાં દિવાળીનું મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે છે. આમ તો આ ટ્રેડિંગ દિવાળીના દિવસે થાય છે. પણ દિવાળીની તારીખને લઈ અગાઉથી અસમંજસ સ્થિતિ છે.

જેમ-જેમ ભારત 2025ની દિવાળીની તૈયારી કરી રહેલ છે, શેરબજાર બહુપ્રતીક્ષિત મુહૂર્ત ટ્રેડિંગ સત્રની તૈયારી કરી રહેલ છે. અને આ વર્ષે એક મોટો ફેરફાર આવ્યો છે. દાયકામાં પ્રથમ વખત પરંપરાગ ટ્રેડિંગ સમયને સામાન્ય રીતે સાંજના સમયને બદલીને બપોરનો કરવામાં આવ્યો છે.

 

મુહૂર્ત ટ્રેડિંગ એ દર દિવાળીએ યોજાતું એક કલાકનું ખાસ શેરબજાર સત્ર છે. મુહૂર્ત શબ્દનો અર્થ શુભ સમય થાય છે અને આ સત્રને હિન્દુ કેલેન્ડરમાં નવા નાણાકીય વર્ષની પ્રતીકાત્મક શરૂઆત તરીકે જોવામાં આવે છે. જ્યારે દેશના મોટાભાગના ભાગોમાં 20 ઓક્ટોબરે દિવાળીની રજા હોય છે ત્યારે NSE કેલેન્ડર પર દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર 21 તારીખે હશે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) 21 ઓક્ટોબર મંગળવારના રોજ 2025 માટે ખાસ દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્રનું આયોજન કરશે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવા નાણાકીય વર્ષની શરૂઆત માટે વાર્ષિક ખાસ સત્રનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ મંગળવાર, 21 ઓક્ટોબર, 2025ના રોજ થશે. પ્રી-ઓપનિંગ સત્ર બપોરે 1:30 થી 1:45 વાગ્યા સુધી ચાલશે ત્યારબાદ મુખ્ય ટ્રેડિંગ વિન્ડો બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી ચાલશે. ક્લોઝિંગ સત્ર બપોરે 3:05 વાગ્યા સુધી ચાલશે.

(12:00 AM IST)