<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

બિહારમાં ભાજપના ૪૦ સ્‍ટાર પ્રચારકોની યાદી જાહેર

પીએમ મોદી સહિત ૪૦ દિગ્‍ગજોના નામ સામેલઃ ૫ રાજ્‍યોના મુખ્‍યમંત્રી કરશે પ્રચાર

નવી દિલ્‍હી તા.૧૭: ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી-૨૦૨૫ માટે તેના ૪૦ સ્‍ટાર પ્રચારકોની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા જેવા રાષ્ટ્રીય કક્ષાના દિગ્‍ગજોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રચારમાં ટોચના નેતૃત્‍વની સાથે અન્‍ય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ અને ભોજપુરી સ્‍ટાર્સને પણ સામેલ કરાયા છે.

ભાજપે બિહારની ચૂંટણીમાં પાંચ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓને સ્‍ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશના યોગી આદિત્‍યનાથ, મધ્‍યપ્રદેશના મોહન યાદવ, આસામના હિમંતા બિસ્‍વા સરમા, મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ તેમજ દિલ્‍હીના મુખ્‍યમંત્રી રેખા ગુપ્તાના નામનો સમાવેશ થાય છે.

બિહારમાં સ્‍થાનિક મતદારોને આકર્ષવા માટે ભાજપે ૪૦ સ્‍ટાર પ્રચારકોની યાદીમાં ૪ જાણીતા ભોજપુરી સિનેમાના કલાકારોને સ્‍થાન આપ્‍યું છે. આ સ્‍ટાર્સમાં તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા પવન સિહ, સાંસદો મનોજ તિવારી, રવિ કિશન અને દિનેશ લાલ યાદવનો સમાવેશ થાય છે.

બિહાર ભાજપના સ્‍ટાર પ્રચારકોની સંપૂર્ણ યાદીઃ

વડાપ્રધાન મોદી, જે.પી.નડ્ડા, રાજનાથ સિહ, અમિત શાહ, નિતિન ગડકરી, શિવરાજ સિહ ચૌહાણ, ધર્મેન્‍દ્ર પ્રધાન, ગિરિરાજ સિહ, યોગી આદિત્‍યનાથ, દેવેન્‍દ્ર ફડણવીસ, હિમંતા બિસ્‍વા સરમા, મોહન યાદવ, રેખા ગુપ્તા, સ્‍મૃતિ ઈરાની, કેશવ પ્રસાદ મૌર્ય, સી.આર. પાટિલ, દિલીપ કુમાર, જયસ્‍વાલ સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિહા, રેણુ દેવી, પ્રેમ કુમાર, નિત્‍યાનંદ રાય, રાધામોહન સિહ, સાધ્‍વી નિરંજન જ્‍યોતિ, સતીશ ચંદ્ર દુબે, રાજ ભૂષણ ચૌધરી, અશ્વિની કુમાર ચૌબે, રવિ શંકર પ્રસાદ, નંદ કિશોર યાદવ, રાજીવ પ્રતાપ રૂડી, સંજય જયસ્‍વાલ, વિનોદ તાવડે, બાબુલાલ મરાંડી, પ્રદીપ કુમાર સિહ, ગોપાલજી ઠાકુર, જનક રામ, પવન સિહ (ભોજપુરી સ્‍ટાર), મનોજ તિવારી (ભોજપુરી સ્‍ટાર), રવિ કિશન (ભોજપુરી સ્‍ટાર), દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ' (ભોજપુરી સ્‍ટાર)

(9:35 AM IST)