હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મા-બાપે ટ્યૂશનમાં ભણવા મોકલીઃ દીકરી પ્રેમ કરીને આવીઃ પરીક્ષા આપવા જવાનું કહી લગ્ન કરી લીધા
અંકિત અને પ્રિયંકાએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા બંનેની મુલાકાત કુચામનમાં કોચિંગ દરમ્યાન થઈ હતી

ચૂરુ તા.૧૭: લવ મેરેજ કરવા એક કપલ માટે મુસીબતનું કારણ બની ગયું. હવે આ પ્રેમી કપલે પોતાનો પરિવાર તેમના માટે ખતરો હોવાનું કહી રહ્યા છે. પોતાના જીવની સુરક્ષાને લઈને બંનેએ ચૂરુ એસપી ઓફિસમાં આવેદન આપ્યું છે. નૌરંગપુરાના રહેવાસી અંકિત અને નાગૌરના તારપુરાની રહેવાસી પ્રિયંકાને પ્રેમ વિવાહ કર્યા બાદ ડર સતાવી રહ્યો છે. જેના કારણે તેમને તરત સુરક્ષાની માગ કરી છે.
અંકિત અને પ્રિયંકાએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા બંનેની મુલાકાત કુચામનમાં કોચિગ દરમ્યાન થઈ હતી. શરૂઆત દોસ્તીથી થઈ અને સમય સાથે બંનેને પ્રેમ થઈ ગયો. જ્યારે પરિવારને આ બંનેના સંબંધની જાણકારી થઈ તો તેમણે બંનેને અલગ કરી દીધા. ત્યાર બાદ ૨ ઓક્ટોબરના રોજ બંને ઘરેથી પરીક્ષા આપવાનું બહાનું કરીને નીકળી દિલ્હીમાં આવી લગ્ન કરી લીધા. લગ્નની જાણકારી મળતા પરિવારના લોકો બંનેને ધમકી આપવા લાગ્યા. આ ખતરાને જોતા પ્રેમી યુગલે સુરક્ષા માટે એસપી ઓફિસે પહોંચ્યા હતા.
નૌરંગપુરાની રહેવાસી ૨૨ વર્ષીય અંકિત બીએડ કરી રહ્યો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. પ્રિયંકા ૨૦ વર્ષીય છે અને એમએ કરી રહી છે. પ્રિયંકાએ જણાવ્યું કે, લગ્નની જાણ તેણે પરિવારને ફોન કરીને આપી દીધી હતી, પણ તેને ધમકી મળી રહી છે. જ્યારે પરિવારને અંકિત સાથેના સંબંધની જાણ થઈ તો તેણે પ્રિયંકા માટે બીજા જગ્યાએ સંબંધ નક્કી કરવાનું શરૂ કરી દીધું. આવી સ્થિતિમાં બંનેએ પ્રેમ લગ્ન કરવાનો નિર્ણય લીધો. હવે બંને ઈચ્છે છે કે પોલીસ તેમની સુરક્ષા કરે, જેથી તેઓ નિડર થઈને પોતાનું વૈવાહિક જીવન આગળ વધારી શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
