News of Friday, 17th October 2025
૬ ટર્મથી ધારાસભ્ય રહેલા કાંતીલાલ અમૃતીયાનો મંત્રી મંડળમાં સમાવેશ
મોરબી જીલ્લાના ધુરંધર નેતાની પસંદગી થતા સમર્થકોમાં ઉત્સાહ

(પ્રવિણ વ્યાસ - જયેશ ભટ્ટાસણા દ્વારા) મોરબી-ટંકારા, તા.,૧૭ : અગિયારસની વહેલી સવારથી મંત્રીમંડળમાં જે ધારાસભ્યનો સમાવેશ કરવાનો છે તેને ફોન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ ૬૫ મોરબી માળિયા વિસ્તારના સિનિયર ધારાસભ્ય કહી શકાય તેવા કાંતિભાઈ અમળતિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેઓને શપથ ગ્રહણ સમારોહ માટે ફોન આવ્યો છે.
સતત છ છ ટર્મથી ધારાસભ્ય રહેલા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમળતિયાને પ્રથમ વખત મંત્રીમંડલમાં સ્થાન મળવાનું નિヘતિ થઈ ગયું છે અને હવે મોરબી જીલ્લામાંથી કાંતિલાલ પર પાર્ટીએ પસંદગી ઉતરી છે. કાંતિલાલના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે અગિયારસની વહેલી સવારથી મંત્રીમંડળમાં જે ધારાસભ્યનો સમાવેશ કરવાનો છે તેને ફોન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ ૬૫ મોરબી માળિયા વિસ્તારના સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમળતિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેઓને શપથ ગ્રહણ સમારોહ માટે ફોન આવ્યો છે. (૪.૪)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
