<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

કચ્છમાંથી અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાને મંત્રી પદ

ત્રિકમભાઈ મંત્રી બનતા પટેલ કેબિનેટ ૨.૦ માં કચ્છને મળ્યું સ્થાન, અંજારના ધારાસભ્ય છે ત્રિકમભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે, નિવૃત્ત શિક્ષક અને વર્ષોથી સંઘ સાથે સંકળાયેલા કાર્યકર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭ : ભુપેન્દ્ર પટેલ સરકારના ફરી નવ નિયુક્ત કરાયેલ મંત્રીમંડળ ૨.૦ માં કચ્છને સ્થાન મળ્યું છે. અગાઉના મંત્રી મંડળમાં કચ્છની બાદબાકી હતી. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને મંત્રી મંડળમાં સ્થાન અપાયું છે. સૌરાષ્ટ્ર કચ્છના આહિર સમાજને નેતૃત્વ મળે એનું ધ્યાન રખાયું છે. વર્ષોથી સંઘ સાથે સંકળાયેલા ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. વ્યવસાયે તેઓ નિવૃત્ત શિક્ષક છે. અભ્યાસુ અને પ્રામાણિક વ્યક્તિત્વની છબી ધરાવતા ત્રિકમભાઈ છાંગાની પસંદગી સાથે જ આ મંત્રીમંડળમાં કચ્છને પ્રતિનિધિત્વ મળ્યાનો લોકોમાં આનંદ છે.

(11:33 AM IST)