<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

'પરણેલા લોકોને જોઉં છું તો ડર લાગે છે': નાગાલેન્ડના પ્રવાસન મંત્રી ટેમ્જેન ઇમ્ના અલોંગનો ધમાકેદાર ઇન્ટરવ્યૂ: કરીના કપૂરથી લઈને 'બ્લેકમાં ટિકિટ વેચવા' સુધીના રહસ્યો ખોલ્યા!

“મોદીજી મારા ગુરુ છે, તે સાચું છે, હું ફિટ રહેવા માંગુ છું. પરંતુ હું જેવો છું તે રીતે ફિટ છું. હું બાળપણથી જ ગોળમટોળ છું, જો હું પાતળો થઈ જાઉં તો તે યોગ્ય નહીં હોય."

નવી દિલ્હી, તા. 17 : નાગાલેન્ડના પ્રવાસન મંત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર ટેમ્જેન ઇમ્ના અલોંગએ એક અત્યંત રસપ્રદ અને હાસ્યથી ભરપૂર ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમણે લગ્ન, વજન, ફીટનેસ, અને પ્રધાનમંત્રી મોદીના 'ગુરુ' હોવા વિશે નિખાલસપણે વાત કરી.

લગ્ન વિશે મોટો ખુલાસો
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે લગ્ન કેમ નથી કર્યા, ત્યારે મંત્રીએ બધાને તાળીઓ પાડવા મજબૂર કર્યા:
"જ્યારે મારી પાસે સમય હતો, ત્યારે મને પ્રેમ મળ્યો નહીં. હવે તો હું ભાગ્યે જ લગ્ન વિશે વિચારં, છું. જ્યારે હું પરણેલા લોકોને જોઉં છું ત્યારે મને ડર લાગે છે. હમણાં જ, એક ભાઈ ત્યાં બેઠા હતા, અને મહિલાઓ તેમને ઠપકો આપી રહી હતી!"

કાદવમાં ફસાયા અને 'બ્લેક ટિકિટ'ની વાર્તા
ટેમ્જેન ઇમ્નાએ પોતાના જીવનના કેટલાક યાદગાર કિસ્સાઓ શેર કર્યા:

• કાદવનો કિસ્સો: વાયરલ થયેલા કાદવમાં ફસાઈ જવાના વીડિયો વિશે તેમણે કહ્યું, "તે જાણી જોઈને નહોતું. હું તળાવમાં ઉતર્યો, પણ કાદવમાં ડૂબતો ગયો. હું જેટલો વધુ હલચલ કરતો, તેટલો જ હું ઊંડો જતો. છેવટે, JCBની મદદથી હું બહાર નીકળી શક્યો."

• કરીના કપૂર માટે પ્રેમ: જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કઈ હિરોઈન સાથે કામ કરવા ઈચ્છે છે, ત્યારે તેમણે હસતા હસતા જવાબ આપ્યો, "કરીના કપૂર. હું સૈફ અલી ખાનથી બહુ નારાજ છું. જો હું વધારે બોલીશ, તો મોદીજી મને ઠપકો આપશે!"

• 'બ્લેક ટિકિટ'નો ધંધો: મંત્રીએ ખુલાસો કર્યો કે તેમની મનપસંદ ફિલ્મ 'કયામત સે કયામત તક' હતી. આ ફિલ્મ જોવા માટે પૈસા નહોતા, તેથી તેઓ અને તેમના મિત્રો શરૂઆતમાં ટિકિટ ખરીદીને વધારે કિંમતે વેચતા હતા, જેથી કમાયેલા પૈસાથી પોતાની ટિકિટ ખરીદી શકાય.

PM મોદી અને ફિટનેસ
ફીટનેસ અને વજન વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેમનું વજન ૧૪૭ કિલો છે.
"હું જીમમાં જાઉં છું, પણ ક્યારેક મને ટ્રેડમિલ જોઈને ગુસ્સો આવે છે. મોદીજી મારા ગુરુ છે, તે સાચું છે, હું ફિટ રહેવા માંગુ છું. પરંતુ હું જેવો છું તે રીતે ફિટ છું. હું બાળપણથી જ ગોળમટોળ છું, જો હું પાતળો થઈ જાઉં તો તે યોગ્ય નહીં હોય."

તેમણે પોતાની મજાક ઉડાવવા વિશે કહ્યું કે, "પોતાના વિશે મજાક કરવા માટે સમજણ અને જાગૃતિ બંનેની જરૂર છે."

 

(11:43 AM IST)