News of Friday, 17th October 2025
હર્ષ સંઘવી ના.મુખ્યમંત્રીઃ ૯ કેબિનેટઃ ૧૫ રાજ્યકક્ષાના પ્રધાનોઃ સીએમ સહિત ૨૬નું મંત્રીમંડળઃ ૧૦ પ્રધાનો ડ્રોપ થયા
મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો નવું વર્ષ... નવું મંત્રીમંડળ... નવા ચહેરાઃ જુના સુકાની... નવી ટીમ... નવી રણનીતિઃ નવો જુસ્સોઃ નવું જોમઃ ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ-ફેરબદલ સૌરાષ્ટ્રના ૮ ધારાસભ્યો પ્રધાન બન્યાઃ રાજકોટની બાદબાકીઃ રાદડીયાનું પત્તુ કપાયું: મોઢવાડીયા-જીતુ વાઘાણી-કાંતિલાલ અમૃતિયા-રીવાબા જાડેજાઃ કૌશિક વેકરીયા-ડો.પ્રદ્યુમન વાજા-કુંવરજીભાઈ બાવળીયા-પરશોતમ સોલંકીને સ્થાનઃ મંત્રીમંડળમાં ૬ પ્રધાનો રીપિટઃ ૧૫ નવા ચહેરાઃ ૭ OBC-૮ પાટીદાર-૩ મહિલા-અનુ.જાતિના ૩-એક જૈન-૧ બ્રાહ્મણ-બે ક્ષત્રિય-૪ આદિવાસીનું સમીકરણઃ રાજ્યપાલે નવા પ્રધાનોને હોદ્દો-ગુપ્તતાના શપથ લેવડાવ્યાઃ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા ઉપરાંત મનસુખ માંડવિયા સહિત નેતાઓની હાજરી રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ૩ મનીષા વકીલ, રાજ્યમંત્રી (સ્વતંત્ર) પ્રફુલ પાનસારિયા, રાજ્યમંત્રી (સ્વતંત્ર) ઈશ્વરસિંહ પટેલ, રાજ્યમંત્રી (સ્વતંત્ર)


(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૭: ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું, જેમાં ૨૬ મંત્રીઓએ શપથ લીધા. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૨૬ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી સહિત આઠ મંત્રીઓ પટેલ સમુદાયના છે. આઠ OBC, ત્રણ SC, ચાર ST અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. ૧૯ નવા ચહેરાઓ છે.નોંધનીય છે કે, ગુજરાતમાંથી ચોથી વખત DyCmvની ફોર્મ્યુલા સામે આવી છે. ૧૯૭૩, ૧૯૯૪, ૨૦૧૬માં ડે. સીએમ હતા. જે બાદ હવે વર્ષ ૨૦૨૫માં ૯ વર્ષ બાદ ગુજરાતને ફરી એક વખત ડેપ્યુટી સીએમ મળ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં ૫ નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે ૩ નેતાને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. ઉપરાંત ૧૨ નેતાઓએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.
ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
નવા મંત્રીમંડળમાં યુવાનોને અગ્રતા આપવાની ભારતીય જનતા પાર્ટીની નીતિ સ્પષ્ટ દેખાઈ આવી છે. સૌથી મહત્વની જાહેરાત તરીકે, મજૂરાના ધારાસભ્ય અને પૂર્વ ગળહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સંઘવીએ સૌથી પહેલી શપથ લીધા હતા. તેમની નિમણૂક પક્ષમાં યુવા નેતળત્વને પ્રોત્સાહન આપવા અને તેમના અગાઉના કાર્યકાળના પ્રદર્શનનું પરિણામ માનવામાં આવે છે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત, મંત્રીમંડળમાં આઠ કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં અનુભવી નેતાઓ જીતુ વાઘાણી અને નરેશ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોંગ્રેસમાંથી આવેલા અને રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા અર્જુન મોઢવાડિયાને પણ કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. આ જૂથમાં પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકી જેવા નવા ચહેરાઓ પણ જોડાયા છે, જે પ્રાદેશિક અને સામાજિક સંતુલન જાળવવાનો સંકેત આપે છે. જોકે, અગાઉના કેબિનેટ મંત્રીઓ પૈકી ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી તેઓએ શપથ લીધા ન હતા, પરંતુ તેઓ કેબિનેટ મંત્રીઓની યાદીમાં સ્થાન ધરાવે છે.
હર્ષ સંઘવી સૌપ્રથમ શપથ ગ્રહણ કરનારા હતા. તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ ગળહમંત્રી પદ સંભાળી ચૂકયા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને પણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ એકમના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. મોઢવાડિયા હવે ભાજપમાં જોડાયા છે.
ગુરુવારે અગાઉ, બધા ૧૬ મંત્રીઓએ મુખ્યમંત્રીને પોતાના રાજીનામા સુપરત કર્યા હતા. આ ફેરબદલને ૨૦૨૭ની રાજ્ય વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહ્યો છે. ગુજરાત મંત્રીમંડળમાં મુખ્યમંત્રી, આઠ કેબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્યમંત્રીઓ સહિત ૧૭ મંત્રીઓ હતા. આ સંખ્યા હવે વધીને ૨૬ થઈ ગઈ છે.
ભાજપ દ્વારા આ મંત્રીમંડળમાં ફેરફાર મિશન ૨૦૨૭ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી નવા જોડાણોનું પરીક્ષણ કરવાનો પણ પ્રયાસ કરશે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે યુવા નેતા ગોપાલ ઇટાલિયાના નેતળત્વમાં આમ આદમી પાર્ટી ભાજપના પાટીદાર ગઢમાં પોતાનો પ્રભાવ વધારી રહી છે.
ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, ગુજરાતના નવ ભૂતપૂર્વ મંત્રીઓને દૂર કરવામાં આવ્યા છે, જ્યારે નવા મંત્રીમંડળમાં છ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જૂના ચહેરાઓમાં ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, પુરુષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી અને હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત ત્રિકમ બીજલ છાંઘા, સ્વરૂપજી સરદારજી ઠાકોર, પ્રવિણ માળી, ઋષિકેશ પટેલ, પી.સી.બરંડા, દર્શના વાઘેલા, કાંતિલાલ અમળતિયા, કુંવરજીભાઈ બાવળિયા, રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, ડો.પ્રદ્યુમન વાજા, કૌશિક સોલંકી, જિજ્ઞેશ વેકરિયા, ડો. સોલંકી, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, રમેશ કટારા, પ્રફુલ પાનસેરિયા, હર્ષ સંઘવી, મનીષા વકીલ, અને ઈશ્વરસિંહ પટેલનો નવા મંત્રીઓની યાદીમાં સમાવેશ થાય છે.
હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી
જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રી,
નરેશ પટેલ, કેબિનેટ મંત્રી,
અર્જુન મોઢવાડિયા, કેબિનેટ મંત્રી,
પ્રદ્યુમન વાજા, કેબિનેટ મંત્રી,
રમન સોલંકીને કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા,
કુંવરજી બાવળિયા, કેબિનેટ મંત્રી,
કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી તરીકે ચાલુ રહેશે.
રાજ્યમંત્રી (૧૩)
કાંતિ અમળતિયા, રાજ્યમંત્રી
રમેશ કટારા, રાજ્યમંત્રી
દર્શના વાઘેલા, રાજ્યમંત્રી
પ્રવીણ માલી, રાજ્યમંત્રી
સ્વરૂપ ઠાકોર, રાજ્યમંત્રી
જયરામ ગામીત, રાજ્યમંત્રી
રીવાબા જાડેજા, રાજ્યમંત્રી
પી.સી. બરંડા, રાજ્યમંત્રી
સંજય મહિડા, રાજ્યમંત્રી
કમલેશ પટેલ, રાજ્યમંત્રી
ત્રિકમ છાંગા, રાજ્યમંત્રી
કૌશિક વેકરિયા, રાજ્યમંત્રી
શપથવિધિ સમારોહની સાથે સાથે
(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૭ઃ સાદગીભર્યો અને બહુ ભીડભાડ વગર આજે યોજાયેલ શપથવિધી સમારંભમાં નવા વરાયેલા મંત્રીઓને સવારે ૮ઃ૩૦ વાગ્યા પછી જાણ કરવામાં આવતા જે તે મંત્રીઓના સમર્થકોની બહુ ભીડ જોવા મળી નહોતી સવારે દસ વાગ્યાથી મહાત્મા મંદિર ખાતે નવા વરાયેલા મંત્રીઓના ગણ્યા ગાંઠિયા સમર્થકોનું અને સંગઠનના હોદ્દેદારોનું આગમન થવાનું શરૂ થયું હતું શપથવિધિ પહેલા કોઈને કંટાળો ન આવે ઍ માટે લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જે શપથવિધિ સમારોહ શરૂ થયો ત્યાં સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો.
૧૦ઃ૩૦ વાગ્યાથી ધારાસભ્યોનું અને પૂર્વ મંત્રીઓ તેમજ પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારોનું આગમન.
૧૧ વાગ્યાથી ઉચ્ચ અધિકારીઓ, પોલીસ વડા,સચિવોનુ આગમન.
૧૧.૪૫ થી નવા મંત્રીઓનુ સાથે આગમન.
૧૨ વાગ્યા આસપાસ રાજ્યપાલના સ્ટાફનુ આગમન .
૧૨.૧૦ મુખ્યમંત્રી,કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ,મનસુખભાઈ માંડવીયા સહીત દિલ્હીથી આવેલા ભાજપના સંગઠનના હોદેદારોનુ આગમન બાદ રાજ્યપાલની રાહ જોઈ ઉભા રહ્ના બાદ ૧૧.૨૦ ઍ રાજ્યપાલના આગમન થતા બધા મહાનુભાવો સાથે સમારોહ સ્થળે પ્રવેશ.
૧૧.૩૦ રાષ્ટ્ર ગાન સાથે પ્રારંભ.
સૌ પ્રથમ પુર્વ ગૃહ મંત્રી હર્ષ સંઘવીઍ નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા બાદ પાંચ કેબિનેટ મંત્રીઓની શપથવિધિ.
૧.૨૦ ઍ સમારોહનુ રાષ્ટ્ર ગીત સાથે સમાપન બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત નવનિયુક્ત મંત્રીમંડળના સભ્યો મુખ્ય મંચની બાજુમાં બેઢેલા સાધુ-સંતોના મંચ ઉપર જઈ આશીર્વાદ લીધા હતા તમામ મંત્રીઓની શપથવિધિ વેળાઍ સતત જય શ્રી રામ,વંદે માતરમ,ભારત માતાકી જય ના જોર સોરથી નારા ગુંજતા રહ્ના હતા.
નવનિયુક્ત મંત્રીઓની યાદી
ક્રમ નામ મતવિસ્તાર
૧ ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ૪૧ - ઘાટલોડિયા
૨ ત્રિકમ બીજલ છાંગા ૪ - અંજાર
૩ સ્વરૂપજી સરદારજી ઠાકોર ૭ - વાવ
૪ પ્રવિણકુમાર ગોરધનજી માળી ૧૩ - ડીસા
૫ ઋત્વિકેશ ગણેશભાઈ પટેલ ૨૨ - થરવસનગર
૬ પી.સી. બરાંડા ૩૦ - દાહોદ (અ.જ.જ્ઞિ.)
૭ દર્શના એમ. વાઘેલા ૫૬ - અસારવા (અનુ.જાતિ)
૮ કાંતિલાલ શીવલાલ અમળતિયા ૬૫ - મોરબી
૯. કુવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ૭૨ - જસદણ
૧૦ રેવાબા રવિન્દ્રસિંહ જાડેજા ૭૮ - જામનગર ઉત્તર
૧૧ અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા ૮૩ - પોરબંદર
૧૨ ડૉ. પ્રદ્યુમન વાજા ૯૨ - કોડીનાર (અનુ.જાતિ)
૧૩ કૌશીક કાંતિભાઈ વેકરિયા ૯૫ - અમરેલી
૧૪ પુરૂષોત્તમભાઈ ઓ. સોલંકી ૧૦૩ - ભાવનગર ગ્રામ્ય
૧૫ જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી ૧૦૫ - ભાવનગર પશ્ચિમ
૧૬ રમણભાઈ ભીખાભાઈ સોલંકી ૧૦૯ - બોરસદ
૧૭ કમલેશભાઈ રમેશભાઈ પટેલ ૧૧૩ - પેટલાદ
૧૮ સંજયસિંહ વિજયસિંહ મહિદા ૧૧૮ - મહુધા
૧૯ રમેશભાઈ ભુરાભાઈ કટારા ૧૨૯ - ફતેપુરા (અ.જ.જ્ઞિ.)
૨૦ મનીષા રાજીવભાઈ વકીલ ૧૪૧ - વડોદરા શહેર (અ.જાતિ)
૨૧ ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ ૧૫૪ - અંકલેશ્વર
૨૨ પ્રફુલ પાનસેરીયા ૧૫૮ - કામરેજ
૨૩ હર્ષ રમેશભાઈ સાંઘવી ૧૬૫ - મજુરા
૨૪ ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત ૧૭૨ - સોનગઢ (અ.જ.જ્ઞિ.)
૨૫ નરેશભાઈ મગનભાઈ પટેલ ૧૭૬ - ગણદેવી (અ.જ.જ્ઞિ.)
૨૬ કનુભાઈ મોહનલાલ દેસાઈ ૧૮૦ - પારડી.(૨૩.૨૩)
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
