હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્રના ૮ મંત્રીઓઃ મંત્રીમંડળમાં પટેલ - ઓબીસીનો દબદબો
સૌરાષ્ટ્રના કાંતિ અમળતિયા, કુંવરજી બાવળિયા, રિવાબા, અર્જૂન મોઢવાડિયા, કૌશિક વેકરિયા સહિત ૮ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયું

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૭: ભૂપેન્દ્ર પટેલ ૨.૦ સરકારમાં નવા મંત્રી મંડળમાં ૨૬ મંત્રીઓનો સમાવેશ થાય છે. ભાજપે ગુજરાતમાં ડેમેજ કંન્ટ્રોલ કરતાં સૌરાષ્ટ્ર-કચ્છને સાચવી લીધું છે. આ સિવાય વિસાવદરની હાર બાદ છેલ્લા કેટલાક સમયથી પટેલોની ભાજપથી નારાજગી ઉડીને આંખે વળગી રહી હતી. એવામાં ભાજપે હવે નવા મંત્રીમંડળમાં સૌથી વધુ ૮ પટેલોને સ્થાન આપીને પટેલોને સાચવી લઈ ડેમેજ કન્ટ્રોલ કર્યું છે. નવા મંત્રીમંડળના વિસ્તરણમાં જ્ઞાતિ આધારિત જોઈએ તો ભૂપેન્દ્ર પટેલ સહિત ૮ પટેલ, OBC ૮ મંત્રીઓ, SC ૩ મંત્રીઓ, ST ૪ મંત્રીઓ, ૩ મહિલા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જો વિસ્તાર મુજબ જોઈએ તો સૌથી વધુ સૌરાષ્ટ્રના કાંતિ અમળતિયા, કુંવરજી બાવળિયા, રિવાબા, અર્જૂન મોઢવાડિયા, કૌશિક વેકરિયા સહિત ૮ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે.
મધ્ય ગુજરાતમાં અમદાવાદમાંથી ભૂપેન્દ્ર પટેલ, દર્શના વાઘેલા, વડોદરાથી મનિષા વકિલ, રમેશ કટારા સહિત ૭ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવાયા છે. દક્ષિણ ગુજરાતમાંથી હર્ષ સંઘવી, પ્રફૂલ પાનસેરિયા, જયરામભાઈ ગામીત, કનુભાઈ સહિત ૬ ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર ગુજરાતમાંથી ઋષિકેશ પટેલ, પ્રવિણ માળી, સ્વરૂપજી ઠાકોર, પીસી બંરડા સહિત ૪ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવાયા છે. કચ્છ-અંજારથી ત્રિકમ છાંગાનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
