<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

હર્ષ સંઘવીને દિવાળી બોનસ : પ્રમોશન સાથે બન્‍યા સૌથી યુવા DYCM

હર્ષ સંઘવી મજૂરા બેઠક પરથી ૩ ટર્મથી મજૂરાથી ધારાસભ્‍ય છે : અગાઉ રાજ્‍યના ગળહમંત્રી તરીકે અસરકારક કામગીરી કરી છે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૭: ગુજરાતમાં હર્ષ સંઘવીને ભૂપેન્‍દ્ર સરકાર ૨.૦માં મોટી જવાબદારી મળી છે. હવે પ્રમોશન સાથે ગુજરાતના ડેપ્‍યુટી સીએમ બની ગયા છે. ગુજરાતમાં ડેપ્‍યુટી સીએમની ફોર્મ્‍યુલા ચર્ચામાં હતી, જે હવે ફાઈનલ થઈ ગઈ છે.

હર્ષ સંઘવી DYCM બનાવાયા

હર્ષ સંઘવીને ગુજરાતના DYCM બનાવાયા છે. તેઓ ગુજરાતના સૌથી યુવા DYCM છે. હર્ષ સંઘવી મજૂરા બેઠક પરથી ૩ ટર્મથી મજૂરાથી ધારાસભ્‍ય છે. અગાઉ રાજ્‍યના ગળહમંત્રી તરીકે અસરકારક કામગીરી કરી છે. ૨૭ વર્ષની વયે પહેલીવાર ચૂંટણીમાં જીત મેળવી હતી. PM મોદીની ગુડબુકમાં સ્‍થાન ધરાવે છે.

હર્ષ સંઘવીની રાજકીય સફર : હર્ષ સંઘવી રાજ્‍યના સૌથી નાની વયના નાયબ મુખ્‍યપ્રધાન બની ગયા છે. તેઓ ૩ ટર્મથી સુરતની મજૂરા બેઠકથી ધારાસભ્‍ય છે. ભાજપના યુવા મોરચાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ તરીકે પણ કામગીરી કરી છે. આ ઉપરાંત ગળહ રાજ્‍યમંત્રી તરીકે પણ પદ સંભાળ્‍યું છે. આ ઉપરાંત રમત ગમત, વાહન વ્‍યવહાર સહિતના ખાતાને સંભાળ્‍યા છે.

માત્ર ૨૭ વર્ષની ઉંમરે ધારાસભ્‍ય બન્‍યા : હર્ષ સંઘવી ૨૦૦૮માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા. તેમજ ૨૦૧૧માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી. ૨૦૧૩માં રાષ્‍ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્‍યા હતા. ૨૦૧૪માં યુવા મોરચાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ રહ્યા અને ૨૦૧૨માં માત્ર ૨૭ વર્ષની ઉંમરે મજૂરાથી ધારાસભ્‍ય બન્‍યા હતા. તેમજ સતત ૩ ટર્મથી જંગી બહુમતી સાથે જીતતા રહ્યાં છે.(૨૩.૨૪)

(4:09 PM IST)