News of Friday, 17th October 2025
રાજયપાલને આવકારતા જે.પી. નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો

ગાંધીનગર : આજે ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારના નવા મંત્રીઓની શપથવિધી યોજાઇ હતી. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સી.આર. પાટીલ, ડો. મનસુખભાઇ માંડવીયા સહિતનાએ આવકાર્યા હતા. અન્ય તસ્વીરમાં શપથવિધીમાં આવતા હર્ષ સંઘવી, કુંવરજીભાઇ બાવળીયા, જીતુભાઇ વાઘાણી, પ્રફુલભાઇ પાનસેરીયા, રૂષિકેશ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, જયેશ રાદડિયા હાજર રહ્યા હતા. મહાત્મા મંદિર ખાતે સીએમના એડવાઇઝર હસમુખ અઢિયા, એસ.એસ. રાઠોડ અને અન્ય વરિષ્ઠ આઇએસઆઇ અધિકારીઓ જેમકે એમ.કે. દાસ, અશ્વિનીકુમાર, મુકેશકુમાર, મોના ખંધાર, અંજુ શર્મા, એસ. જે. હેદર, રાજેન્દ્રકુમાર હાજર રહ્યા હતા. પડતાં મુકાયેલા મંત્રીઓ પહેલી હરોળમાં બેઠા હતા. (તસ્વીર : અહેવાલ : વિજય વસાણી, ગાંધીનગર) (૯.૧૯)
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
