<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

સાંજ સુધીમાં મંત્રીઓને ખાતા ફાળવણી

નવા મંત્રીઓ, નવી જવાબદારી, નવો માહોલ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગરઃતા. ૧૭,  આજે મંત્રીમંડળના શપથ વિધિ સમારોહ પૂર્ણ થયા બાદ રાજયમંત્રી મંડળની પ્રથમ કેબિનેટ મળશે. આ કેબિનેટમાં મુખ્‍યમંત્રી તમામને અભિનંદન આપશે.

ત્‍યારબાદ નવા વરાયેલા તમામ મંત્રીઓને પોતાના હસ્‍તકના વિભાગોની ફાળવણી કરવામાં આવશે. પછી આ મંત્રીઓ પોતાની મંત્રી તરીકેની જવાબદારી સંભાળવા પોતાની ઓફિસમાં પ્રવેશ કરશે.

આવતીકાલથી દિવાળી પર્વનો આરંભ થઇ રહયો છે. આ સમયે રાજય સરકારમાં આઠ દિવસનું મોટુ વેકેશન છે. માટે નવા વરાયેલા મંત્રીઓ પોતાના વિસ્‍તારમાં જશે અને અભિવાદન સમારોહમાં હાજરી  આપશે. (૩પ-ર૦)

વિદાય લેતા મંત્રીઓની ઓફીસ અને બંગલા તાત્‍કાલીક ખાલી કરવા સૂચના

શપથ માટે છેલ્લી ઘડીએ જાણ કરવાની પહેલી ઘટના

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર, તા. ૧૭: ગુજરાતના અત્‍યાર સુધીના મંત્રી મંડળના વિસ્‍તરણમાં ખુબજ મોટો વિલંબ થયો આજે સવાર સુધી નવા મંત્રીઓને કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી હોય તેવું પ્રથમ વખત બની રહયું છે.છેલ્લા ઘણા વખતથી મંત્રી મંડળની વિસ્‍તરણની ચાલતી વાતોનો અંત આવ્‍યો છે. ગઇ મોડી સાંજથી રાજય સરકારમાં આવેલ  મંત્રીશ્રીઓની ઓફિસો અને મંત્રીશ્રીઓના નિવાસથાનો તાત્‍કાલીક ખાલી કરવામાં આવ્‍યા છે. બીજી તરફ વાત કરીએ તો આ વખતે દિલ્‍હી મોવડી મંડળ દ્વારા ગુજરાતના રાજકારણની નારાજગી માટે ગઇ મોડી રાત સુધી મથામણ આચી એક વાત એવી પણ  મળી છે કે ગાંધીનગર ખાતે જે.પી. નડ્ડા અને અન્‍ય મહાનુભાવો દ્વારા જુદા જુદા સમાજના સભ્‍યો સાથે ચર્ચા પરામર્શ કરવામાં આવી છે.

(3:52 PM IST)