<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ગુજરાતમાં નવરાત્રિથી દિવાળીની વચ્‍ચે ડઝનવાર થયું છે મંત્રીમંડળનું વિસ્‍તરણ

ગાંધીનગર, તા.૧૭: દિવાળીની પહેલા ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ ઘણીવાર જોવા મળી છે. રાજ્‍યમાં ભૂપેન્‍દ્રભાઈ પટેલની સરકારનું વિસ્‍તરણ આજે થયું છે.

જેના ભાગરુપે રાજ્‍યમાં ગત રોજ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ સિવાય મંત્રીમંડળના તમામ ૧૬ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે.

જે બાદ હવે આજે ૧૧.૩૦ કલાકે ગાંધીનગરના મહાત્‍મા મંદિર ખાતે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.

જો કે મંત્રીમંડળનું વિસ્‍તરણ થયું છે, તે કંઈ પહેલી વાર નથી. ગુજરાતના ઈતિહાસમાં અગાઉ આવી રીતે ૨૮ વખત મંત્રીમંડળનું વિસ્‍તરણ થઈ ચુકયુ છે અને એ પણ નવરાત્રિથી દિવાળીની વચ્‍ચે જ ૧૨ વખત મંત્રી મંડળના વિસ્‍તરણ થયા છે.

૧૯૬૨માં ગુજરાતમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી થઈ ત્‍યારથી લઈને આજ સુધી કુલ ૨૮ વખત મંત્રીમંડળનું વિસ્‍તરણ થયું છે. તેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે ૧૬ વખત ઓગસ્‍ટ, સપ્‍ટેમ્‍બર અને ઓક્‍ટોબરમાં મંત્રીમંડળ બદલાયું છે.

ઈતિહાસમાં ડોકીયું કરીએ તો, ૧૯૯૨થી ૧૯૯૪ દરમ્‍યાન કુલ ૧૨ વખત મંત્રી મંડળનું વિસ્‍તરણ થયું છે. જ્‍યારે ૧૯૯૫થી ૨૦૦૭ની વચ્‍ચે ૭ વખત મંત્રી મંડળ બદલાયું તો વળી ૨૦૦૮થી ૨૦૨૫ની વચ્‍ચે ૯ વખત મંત્રીમંડળનું વિસ્‍તરણ થયું છે.

રાજ્‍ય સરકારના ઈતિહાસમાં ઓકટોબર-નવેમ્‍બર મહિનામાં બની છે મંત્રીઓની ફેરબદલની તવારીખી ઘટના

(4:07 PM IST)