News of Friday, 17th October 2025
એચ વન બી વિઝાની ફીમાં એક લાખ ડોલર જેવો (લગભગ રૂ.૮૩ લાખ)નો જંગી વધારો : અમેરિકામાં વિરોધ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કોર્ટ કેસ

વોશિંગ્ટન : ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચ વન બી વિઝા અરજીઓ પર એક વખતની એક લાખ ડોલર (આશરે રૂ.૮૩ લાખ)ની જંગી ફી લાદવાના નિર્ણય સામે અમેરિકામાં ભારે વિરોધ ફેલાયો છે અને યુનિયનો, એમ્પ્લોયરો અને ધાર્મિક જૂથોના ગઠબંધન દ્વારા કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ નવા નિયમથી એચ વન બી વિઝા ફીમાં ૮૩ લાખ રૂ.નો વધારો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સેન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા આ મુકદ્દમામાં ટ્રમ્પના આ આદેશને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યો છે.
અરજીકર્તાઓએ દલીલ કરી છે કે પ્રમુખ પાસે એકપક્ષીય રીતે આટલી મોટી ફી લાદવાનો કોઈ અધિકાર નથી અને આનાથી એચ વન બી પ્રોગ્રામને ‘પે-ટુ-પ્લે' સિસ્ટમમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે.
વિરોધકર્તા જૂથોમાં યુનાઇટેડ ઓટો વર્કર્સ યુનિયન અને અમેરિકન એસોસિયેશન ઑફ યુનિવર્સિટી પ્રોફેસર્સ સહિતની સંસ્થાઓ સામેલ છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
