<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

હવામાન વિભાગની આગાહી: દિવાળી અને બેસતા વર્ષે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે

અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં પણ કેટલા કેટલા છુટા છવાયા સ્થળે હળવા વરસાદની સંભાવના

અમદાવાદ :હવામાન વિભાગ (આઇએમડી) એ ગુજરાતમાં દિવાળી અને ગુજરાતી નૂતન વર્ષના તહેવારો દરમિયાન વરસાદની આગાહી કરી છે. 
આગામી ૨૦, ૨૧ અને ૨૨ ઑક્ટોબર, ૨૦૨૫ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આના કારણે તહેવારોની ઉજવણીમાં વિઘ્ન આવવાની ચિંતા લોકોમાં જોવા મળી રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ૧૭ થી ૨૦ દરમિયાન અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં પણ કેટલા કેટલા છુટા છવાયા સ્થળે હળવા વરસાદની સંભાવના છે


 

(10:42 PM IST)