POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
વડાપ્રધાન મોદીની 'ગેરંટી': નક્સલવાદ મુક્ત ભારતમાં પ્રથમ વખત આ વર્ષે 50 વર્ષ પછી દિવાળી પુર બહારમાં ઝળહળી ઉઠશે
અગાઉની સરકારોના શાસનકાળમાં "અર્બન નક્સલો"ને પ્રોત્સાહન મળતું હતું. તેમણે રાહુલ પર આડકતરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો કે જે લોકો બંધારણની કોપી લઈને ફરે છે, તેવા લોકો પણ માઓવાદી આતંકને છાવરી રહ્યા હતા: ૧૧ વર્ષ પહેલાં દેશના ૧૨૫ જિલ્લાઓ માઓવાદી હિંસાથી પ્રભાવિત હતા: આજે, માત્ર ૧૧ જિલ્લાઓ પૂરતી મર્યાદિત થઈ ગઈ છે: તેમાંથી પણ ફક્ત ૩ જિલ્લાઓ જ હવે ગંભીર અસર હેઠળ છે: નરેન્દ્રભાઈ

નવી દિલ્હી: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી છે કે દેશમાંથી નક્સલવાદ અને માઓવાદી આતંકવાદનો સફાયો થઈ જશે અને તે દિવસ હવે દૂર નથી. દિલ્હીમાં એન.ડી.ટી.વી. વર્લ્ડ સમિટમાં સંબોધન કરતાં, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માઓવાદી આતંકવાદથી મુક્ત થયેલા વિસ્તારોમાં આ વર્ષની દિવાળીની રોનક પહેલાં કરતાં અનેક ગણી વધારે હશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "નક્સલવાદના કારણે જે લોકો ૫૦ થી ૫૫ વર્ષથી દિવાળીની સાચી ઉજવણી જોઈ શક્યા નથી, તે હવે જોઈ શકશે. આ વિસ્તારોમાં હવે ખુશીના દીવા પ્રગટશે." તેમણે આ સંકલ્પને 'મોદીની ગેરંટી' તરીકે રજૂ કર્યો.
વડાપ્રધાન મોદીએ દેશમાંથી નક્સલવાદને નાથવા માટે તેમની સરકારે કરેલા પ્રયાસો અને તેના પરિણામો વિશે વાત કરી.
નક્સલ પ્રભાવમાં ઘટાડો: તેમણે જણાવ્યું કે, ૧૧ વર્ષ પહેલાં દેશના ૧૨૫ જિલ્લાઓ માઓવાદી હિંસાથી પ્રભાવિત હતા. આજે, આ સંખ્યા ઘટીને માત્ર ૧૧ જિલ્લાઓ પૂરતી મર્યાદિત થઈ ગઈ છે. તેમાંથી પણ ફક્ત ૩ જિલ્લાઓ જ હવે ગંભીર અસર હેઠળ છે.
સામૂહિક આત્મસમર્પણ: તાજેતરની મોટી સફળતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, માત્ર ૭૫ કલાકમાં ૩૦૩ નક્સલવાદીઓએ હથિયાર હેઠાં મૂકી દીધાં છે. આ નક્સલવાદીઓ પર લાખો રૂપિયાના ઈનામો હતા. તેઓ હવે હિંસાનો રસ્તો છોડીને દેશના બંધારણને સ્વીકારવા તૈયાર થયા છે.
વિકાસની વાત: પીએમ મોદીએ જણાવ્યું કે, નક્સલવાદીઓ ૫૦ થી ૫૫ વર્ષમાં હજારો લોકોની હત્યા કરી હતી. તેઓ શાળાઓ કે હોસ્પિટલો બનવા દેતા નહોતા. હવે બસ્તર જેવા માઓવાદીઓના ગઢ ગણાતા વિસ્તારોમાં આદિવાસી યુવાનો 'બસ્તર ઓલિમ્પિક્સ'નું આયોજન કરી રહ્યા છે, જે મોટો બદલાવ છે.
અર્બન નક્સલવાદ પર પ્રહાર: પીએમ મોદીએ અગાઉની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, તેમના શાસનકાળમાં "અર્બન નક્સલો"ને પ્રોત્સાહન મળતું હતું. તેમણે આક્ષેપ કર્યો કે જે લોકો બંધારણની કોપી લઈને ફરે છે, તેવા લોકો પણ માઓવાદી આતંકને છાવરી રહ્યા હતા.
વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે, ભારત હવે અટકવાના મૂડમાં નથી. આંતરિક સુરક્ષા હોય કે વૈશ્વિક અર્થતંત્ર, ભારત દરેક ક્ષેત્રમાં પૂરી ગતિથી આગળ વધી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
