News of Saturday, 18th October 2025
જયપુરમાં દેશની સૌથી મોંઘી મીઠાઈઃ એક કિલોનો ભાવ ૧,૧૧,૦૦૦ રૂપિયા
ચિલગોજા, કેસર, સ્વર્ણ ભસ્મ અને ચાંદી જેવા મોંઘા ઇન્ગ્રીડિઅન્ટ્સમાંથી બનાવવામાં આવી છેઃ આ મીઠાઈ મુખ્યત્વે VIP ગ્રાહકો વચ્ચે લોકપ્રિય છે

જયપુર તા.૧૮: દિવાળીનો તહેવાર નજીકમાં છે અને બજારોમાં મીઠાઈની ખૂબ ડિમાન્ડ છે. જયપુર પોતાની ખાસ મીઠાઈઓ માટે દુનિયાભરમાં ફેમસ છે. આ વખતે દિવાળી પર શહેરમાં સ્વાદિષ્ટ અને મોંઘી મીઠાઈ તૈયાર થઈ રહી છે. આવી જ એક અનોખી મીઠાઈ સ્વર્ણ પ્રસાદમ જયપુરના તહેવાર સ્વીટ્સ પર તૈયાર થઈ રહી છે. જેની કિમત ૧ લાખ ૧૧ હજાર રૂપિયા પ્રતિ કિલો છે.
લોકો આ મીઠાઈની કિમત જાણીને ચોંકી રહ્યા છે. સ્વર્ણ પ્રસાદમને તહેવાર સ્વીટ્સની ઓનર અંજાલિ જૈને તૈયાર કરી છે. અંજાલિ જૈન જણાવે છે કે, સ્વર્ણ પ્રસાદમ ન ફક્ત જયપુર પણ આખા ભારતની સૌથી મોંઘી મીઠાઈ છે. તેને ચિલગોજા, કેસર, સ્વર્ણ ભસ્મ અને ચાંદી જેવા મોંઘા ઇન્ગ્રીડિઅન્ટ્સમાંથી બનાવવામાં આવી છે. જેની કિમત જ પ્રતિ ગ્રામ હજારો રૂપિયામાં છે. એટલા માટે આ મીઠાઈની કિમત આટલી વધારે રાખવામાં આવી છે.
આ મીઠાઈને ખાસ દિવાળીના તહેવાર માટે બનાવવામાં આવી છે. અંજાલિ જૈન જણાવે છે કે સ્વર્ણ પ્રસાદમનો ટેસ્ટ અને કિમત બંને લોકોને ચોંકાવી રહ્યા છે. આ મીઠાઈ ખાલી તહેવાર સ્વીટ્સ પર જ મળે છે બીજે ક્યાંય નહીં. આ મીઠાઈનો બેઝ ચિલગોજાથી તૈયાર કર્યો છે અને તેને સ્વર્ણ ભસ્મ, કેસર અને જૈન મંદિરના ખાસ વર્કથી સજાવવામાં આવી છે. તેની ઉપરની પરત પર ગ્લેઝિગ પણ સ્વર્ણ ભસ્મથી કર્યું છે. આ મીઠાઈની પ્રીમિયમ કિમતના કારણે તેની પેકિગ પણ જ્વેલરી બોક્સમાં કરવામાં આવે છે. જે તેને વધારે ખાસ બનાવે છે.
અંજલિ જૈન જણાવે છે કે સ્વર્ણ પ્રસાદમમાં ઉપયોગમાં લેવાયેલા ઇન્ગ્રીડિઅન્ટ્સ મોંઘા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેની ગુણવત્તા અને સ્વાદ જ તેની લાખોમાં કિમત બનાવે છે. જો કે મીઠાઈની કિમત વધારે હોવાના કારણે સૌ કોઈ તેને ખરીદી શકતા નથી. લોકો તેના પીસના હિસાબથી ખરીદી રહ્યા છે. એક પીસની કિમત પણ હજારોમાં હોય છે. એટલા માટે આ મીઠાઈ મુખ્યત્વે VIP ગ્રાહકો વચ્ચે લોકપ્રિય છે.
અંજલિ જૈન, જેમણે ભારતની સૌથી મોંઘી મીઠાઈ બનાવી છે, વ્યવસાયે તે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને પહેલા આઈટી કંપની વિપ્રોમાં નોકરી કરી ચૂક્યા છે, હવે ત્યોહાર સ્વીટ્સને આગળ વધારી રહ્યા છે અને રોજ નવી નવી મીઠાઈ પર પ્રયોગો કરતા રહે છે. ત્યોહાર સ્વીટ્સ પર અલગ અલગ વેરાયટીઓ જોવા મળે છે. જેની ડિમાન્ડ હંમેશા રહેતી હોય છે. આ દિવાળી પર સીઝનમાં સ્વર્ણ પ્રસાદમ સૌથી વધારે ચર્ચામાં છે. અહીં તૈયાર થતી મીઠાઈમાં બદામ, પિસ્તા પેસ્ટ, બ્લૂબેરી, વાઈટ ચોકલેટ, મેકડામિયા નટ્સ, સોલ્ટેડ બટર કેરેમલ અને બિસ્કોફ જેવા ઇન્ગ્રીડિઅન્ટ્સનો ઉપયોગ થાય છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
