News of Saturday, 18th October 2025
એક સાથે ૧૮૬ લક્ઝરી કારો ખરીદી ૨૧ કરોડ બચાવ્યા
જૈન સમુદાયે દેખાડ્યો દમ....ગુજરાતીઓનું ગજબ ભેજું કારોની કિમત ૬૦ લાખથી ૧.૩૪ કરોડ હતી આ ક્લેક્ટિવ બાઈંગથી તેમને કુલ ૨૧.૨૨ કરોડનું ભારે ડિસ્કાઉન્ટ મળ્યું

મુંબઇ તા.૧૮: ગુજરાતી લોકો દુનિયાભરમાં પૈસા કમાવવા માટે જાણીતા છે. પરંતુ તેઓ પોતાની સમજદારી અને એક્તાના કારણે પૈસા બચાવવામાં પણ એક્સપર્ટ છે. હાલમાં જ એક ઉદાહરણ જોવા મળ્યું. જ્યાં જૈન સમુદાયે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO) ની પહેલ પર સમગ્ર ભારતમાં કમ્યુનિટીના મેમ્બર્સે એક સાથે ૧૮૬ લક્ઝરી કારો ખરીદી. આ કારોની કિમત ૬૦ લાખથી ૧.૩૪ કરોડ હતી. આ ક્લેક્ટિવ બાઈંગથી તેમને કુલ ૨૧.૨૨ કરોડનું ભારે ડિસ્કાઉન્ટ મળ્યું. હવે તમે પોતે વિચારો કે આ કેટલું મોટું ડિસ્કાઉન્ટ છે.
દેશભરમાં JITOના લગભગ ૬૫૦૦૦ સભ્યો છે, તેમણે ઓડી, બીએમડબલ્યુ, મર્સિડિઝ જેવી ૧૫ મોટી બ્રાન્ડના ડીલરો સાથે મળીને આ મોટું ડિસ્કાઉન્ટ મેળવ્યું છે. JITO ના વાઈસ-ચેરમેન હિમાંશુ શાહે જણાવ્યું કે એક સાથે આટલા બધા લોકો કાર ખરીદે તો તોલમોલ કરવાની તાકાત વધે છે. કંપનીઓને એકવારમાં જ વધુ વેચાણ મળે છે અને તેમનો માર્કેટિગ ખર્ચો ઘટે છે. જેનો ફાયદો ગ્રાહકોને મોટી બચત તરીકે થાય છે.
આ સફળતાથી ખુશ થઈને થ્ત્વ્બ્ હવે આ પ્રકારની ડીલને ઈલેક્ટ્રોનિક્સ, દવાઓ અને જ્વેલરી જેવા બીજા સેક્ટરમાં પણ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આગળ જઈને ફકત કારો જ નહીં પરંતુ રોજગાર માટે મશીનો પણ આ રીતે ખરીદવાનું પ્લાનિગ છે. ફક્ત જૈન સમુદાય જ આ પ્રકારે ખરીદી કરે છે એવું નથી, ભરવાડ સમુદાયે પણ આ રીત અપનાવી છે. ભરવાડ યુવા સંગઠન ગુજરાતે સમુદાયના યુવાઓને સ્વરોજગાર શરૂ કરવામાં મદદ કરવા માટે એક સાથે ૧૨૧ થ્ઘ્ગ્ મશીનો ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. આ ડીલમાં તેમને પ્રત્યેક મશીન દીઠ સરેરાશ ૩.૩ લાખનું ડિસ્કાઉન્ટ મળ્યું. જેનાથી કુલ ૪ કરોડની બચત થઈ.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
