News of Saturday, 18th October 2025
૧૦૦થી વધારે લોકોએ કરી ઇચ્છામૃત્યુની માંગ PM પાસે પરવાનગી
ગામલોકોનો વડાપ્રધાનને પત્ર, ‘અહીં નરક જેવી હાલત છે... અમને આત્મહત્યાની પરવાનગી આપો'....

થાણે, તા.૧૮: મહારાષ્ટ્રના થાણે નજીકના નાયગાંવ, ચિંચોટી અને વસઈ વિસ્તારના ૧૦૦થી વધુ ગામલોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અત્યંત ચિંતાજનક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ પોતાનું જીવન આત્મહત્યાથી પૂરૂં કરવા માંગે છે અને તે માટે વડાપ્રધાનની પરવાનગી માંગે છે.
કારણ છે ગામલોકોનો વડાપ્રધાનને પત્ર, અહીં નરક જેવી હાલત છે... અમને આત્મહત્યાની પરવાનગી આપો... જેને લઈ તેઓ વર્ષોથી પીડાઈ રહ્યા છે.
ગામલોકોનું કહેવું છે કે, અગાઉ જે મુસાફરી એક કલાકમાં થતી હતી હવે તેને પૂરી કરવા માટે ૫-૬ કલાકથી વધુ સમય લાગતો થયો છે. ઘોડબંદર રોડ અને ચિંચોટી નાકા નજીકના વિસ્તારોમાં ટ્રાફિકનો કટોકટીભર્યો માહોલ છે. કોઈને તાત્કાલિક હોસ્પિટલ જવું હોય તો પણ હવે ત્રણ કલાકથી ઓછા સમયમાં પહોંચવું અશકય છે. બાળકોના પેપર ચૂકી ગયા છે, લોકોની ફ્લાઈટો રહી ગઈ છે, આ તમામ વસ્તુઓ લોકોને તણાવમાં મુકી રહી છે.
પ્રદર્શનનું નેતળત્વ કરનાર એક સ્થાનિક ફઞ્બ્ના કાર્યકર સુશાંત પટેલે જણાવ્યું કે, અમારું જીવું હવે નરક સમાન છે. જો કોઇ પગલું નહીં લેવાય તો લોકો આત્મહત્યાનો વિચાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ‘આમ જીવીને શું લાભ? આપણા પ્રશ્નો કોઈ સાંભળતુ નથી, તો મરી જવું સારું'.
NH-૪૮ પર સતત ભારે વાહનોની અવરજવર અને રસ્તાની જર્જરિત હાલત લોકો માટે એક ભયાનક દુઃખદ બની ગઈ છે. રસ્તામાં રહેલા ખાડાઓ, અયોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ અને કયારેય પુરું ન થતું મરામત કાર્ય, લોકોના રોજિંદા જીવનમાં ભારે તકલીફ ઉભી કરી રહ્યાં છે.
વડાપ્રધાનને લખાયેલા પત્રમાં લોકોને એવી આશા છે કે, કેન્દ્ર સરકાર કદાચ તેમનો અવાજ સાંભળશે. પત્રમાં એમ પણ ઉલ્લેખ કર્યો છે કે, સ્થાનિક પોલીસ કમિશ્નરેટ દ્વારા જે નિર્દેશો અપાયા હતા, જેમ કે ૧૧થી ૧૪ ઑક્ટોબર સુધી ઘોડબંદર રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ તે પણ અમલમાં નથી મૂકવામાં આવ્યા. પરિણામે બધા વાહનો NH-૪૮ પર આવ્યા અને સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.
ગામલોકોનું કહેવું છે કે, તેઓ વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે, લેખિતમાં ફરિયાદો કરી છે, છતાં કોઇ જવાબ મળતો નથી. તેઓ માત્ર એટલું માંગે છે કે, તેમના દૈનિક જીવનને મુશ્કેલ બનાવતી પરિસ્થિતિઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર ગંભીરતાથી લે અને તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ કરે. (
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
