<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

બિહાર ચૂંટણી માટે AIMIMનું 25 ઉમેદવારોનું લીસ્‍ટ જાહેરઃ અનિસુર રહેમાન કેઓટીથી લડશે

અમે સૌથી સંવેદનશીલ અને હાંસીયામાં ધકેલાય ગયેલ લોકોનો અવાજ બનીશુઃ પાર્ટીની જાહેરાત

પટનાઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી પાર્ટીના બિહાર એકમ દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કર્યા પછી તૈયાર કરવામાં આવી હતી. પાર્ટીએ જણાવ્યું હતું કે, તેનો ઉદ્દેશ્ય "બિહારના સૌથી સંવેદનશીલ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો અવાજ" બનવાનો છે.

 

રાજ્ય એકમના પ્રમુખ અખ્તરુલ ઈમાને આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ ગઠબંધન "ધર્મનિરપેક્ષ પક્ષો સાથે હાથ મિલાવીને સાંપ્રદાયિક શક્તિઓનો સામનો કરવા તરફ એક પગલું" છે. તેમણે જણાવ્યું હતું કે આ ગઠબંધન હેઠળ, AIMIM 35 વિધાનસભા બેઠકો પર આઝાદ સમાજ પાર્ટી 25 બેઠકો પર અને અપની જનતા પાર્ટી 4 બેઠકો પર ચૂંટણી લડશે.

 

એક સત્તાવાર નિવેદનમાં પાર્ટીએ જણાવ્યું હતું કે, "બિહાર વિધાનસભા ચૂંટણી માટે AIMIM ઉમેદવારોની યાદી જાહેર કરતા અમને આનંદ થાય છે. આ ઉમેદવારો બિહાર એકમ અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરીને પસંદ કરવામાં આવ્યા છે. ઇન્શા'અલ્લાહ, અમે બિહારના સૌથી નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો અવાજ બનીશું."

(3:11 PM IST)