<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

હરિયાણના સીનીયર સીટીઝનના પેન્‍શનમાં થયો રૂ. ર૦૦ નો વધારોઃ કુલ રૂ. ૩ર૦૦ મળશે

સરકારને એક વર્ષ પૂર્ણ થતા મુખ્‍યમંત્રી નાયબસિંહ સૈનીએ કરી મોટી જાહેરાત

ચંદીગઢઃ હરિયાણાની સરકારે તેમના વરિષ્ઠ નાગરિકો માટે પેન્શનની રકમમાં વધારો કર્યો છે. આ વધેલું પેન્શન 1 નવેમ્બર 2025 થી મળશે. દિવાળી પર સરકાર દ્વારા પેન્શનમાં વધારાને વરિષ્ઠ નાગરિકો માટે સરકાર તરફથી આર્થિક સહાય તરીકે જોવામાં આવી રહી છે.  તો ચાલો જાણીએ કે,  હવે હરિયાણામાં સિનિયર સિટીઝન્સને પેન્શનમાં કેટલો વધારો મળશે.

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ એક વર્ષ પુરા થવાના દિવસે આયોજિત એક કાર્યક્રમમાં તેની જાહેરાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે,  સરકાર વૃદ્ધોના સન્માન અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં લઈ રહી છે. પહેલા જાન્યુઆરી 2024 માં પેન્શન 2750 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરવામાં આવ્યું હતું અને હવે તેમાં 200 રૂપિયાનો વધારો કરીને 3200 રૂપિયા કરવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી હતી કે વરિષ્ઠ નાગરિકોને હવે માસિક  3200 રૂપિયા પેન્શન મળશે. જે એક વર્ષમાં કુલ 450 રૂપિયાનો વધારો દર્શાવે છે.  મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે વૃદ્ધાવસ્થા પેન્શન અને સરકારી નોકરીઓ સાથે જોડાયેલી યોજનાઓ બે સ્તંભ છે. વધેલા પેન્શનથી માત્ર આર્થિક રાહત જ નહીં પરંતુ વૃદ્ધોની લાઈફસ્ટાઈલમ પણ સુધારો થશે, જેનાથી તેમના માસિક ખર્ચને પહોંચી વળવાનું સરળ બનશે.

હરિયાણા સરકારના દાવા મુજબ તેમનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ સિનિયર સિટીઝનને તેમના જીવનના આ તબક્કે આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે. દિવાળી જેવા તહેવારો પહેલા લેવાયેલા આ નિર્ણયને રાજ્ય સરકારની સામાજિક જવાબદારી તરીકે જોવામાં આવી રહી છે.

(3:23 PM IST)