<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

મુસાફરો માટે અગત્યની સૂચના: દિવાળી પછી લાંબા સમય માટે આ ટ્રેનો રદ! ઠંડી અને ધુમ્મસને કારણે ૧ ડિસેમ્બરથી ૩ માર્ચ સુધી નહીં દોડે

રેલવેએ મુસાફરોને અસુવિધા ટાળવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અથવા તેમની મુસાફરીનું ફરીથી આયોજન કરવા દ્વારા અપીલ કરાઇ

નવી દિલ્હી. ભારતીય રેલ્વેએ શિયાળાની ઋતુમાં ધુમ્મસ અને સુરક્ષાના કારણોસર કેટલીક મહત્વની ટ્રેનોને અસ્થાયી રૂપે રદ કરવાની જાહેરાત કરી છે. ઉત્તર મધ્ય રેલ્વે દ્વારા જાહેર કરાયેલી આ સૂચના મુજબ, આ ટ્રેનો ૧ ડિસેમ્બરથી ૩ માર્ચ ૨૦૨૬ સુધી દોડશે નહીં.
આ નિર્ણયથી દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના લાખો મુસાફરો પર અસર થશે. રેલવેએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ તેમની મુસાફરીનું આયોજન કરતાં પહેલાં આ યાદી અવશ્ય તપાસી લે.
દિવાળી પછી રદ કરાયેલી મુખ્ય ટ્રેનોની યાદી: ટ્રેન નંબર રૂટ રદ કરવાનો સમયગાળો
૧૨૨૧૦ કાઠગોદામથી કાનપુર સેન્ટ્રલ ૮ ડિસેમ્બરથી ૨૩ ફેબ્રુઆરી સુધી
૧૨૨૦૯ કાનપુર સેન્ટ્રલથી કાઠગોદામ ૯ ડિસેમ્બરથી ૨૪ ફેબ્રુઆરી સુધી
૧૨૮૭૩ હાટિયાથી આનંદ વિહાર ૧ ડિસેમ્બરથી ૨૬ ફેબ્રુઆરી સુધી
૧૨૮૭૪ આનંદ વિહારથી હાટિયા ૨ ડિસેમ્બરથી ૨૭ ફેબ્રુઆરી સુધી
૨૨૮૫૭ સંત્રાગાછીથી આનંદ વિહાર ૧ ડિસેમ્બરથી ૨ માર્ચ સુધી
૨૨૮૫૮ આનંદ વિહારથી સંત્રાગાછી ૨ ડિસેમ્બરથી ૩ માર્ચ સુધી
૧૨૫૯૫ ગોરખપુરથી આનંદ વિહાર ૧ ડિસેમ્બરથી ૧૨ ફેબ્રુઆરી સુધી
૧૨૫૯૬ આનંદ વિહારથી ગોરખપુર ૨ ડિસેમ્બરથી ૧૩ ફેબ્રુઆરી સુધી
રેલવેએ મુસાફરોને અસુવિધા ટાળવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અથવા તેમની મુસાફરીનું ફરીથી આયોજન કરવા અપીલ કરી છે.

(4:31 PM IST)