હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોના વિમાનમાં મોટી દુર્ઘટના ટળી : દીમાપુર જતી ફ્લાઇટના એક મુસાફરના પાવર બેંકમાં ટેક્સિંગ દરમિયાન લાગી આગ
સીટની પાછળના ખિસ્સામાં મૂકેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં આગ લાગતાં કેબિન ક્રૂની તત્કાળ કામગીરી : તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત, કોઈ જાનહાનિ નહીં : નિયમોનું પાલન કરીને તરત જ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો : વિમાન ઓપરેશનલ મંજૂરી બાદ રવાના

નવી દિલ્હી : દિલ્હી એરપોર્ટ પર રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના થતા માંડ ટળી હતી. નાગાલેન્ડના દીમાપુર જવા માટે તૈયાર ઇન્ડિગોની ફ્લાઇટ નં. 6E 2107 માં ટેક્સિંગ (રનવે તરફ જવાની તૈયારી) દરમિયાન એક મુસાફરના પાવર બેંકમાં આગ લાગી ગઈ હતી.
કેબિન ક્રૂની ત્વરિત કામગીરીથી અકસ્માત ટળ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં આગ લાગવાની જાણ થતાં જ કેબિન ક્રૂ તરત જ સક્રિય થયો હતો અને નિયમોનું પાલન કરીને ગણતરીની સેકન્ડોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઇન્ડિગો દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, આ ઘટનામાં કોઈ પણ મુસાફર કે ક્રૂ મેમ્બર ઘાયલ થયા નથી અને વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.
સીટના ખિસ્સામાં મુકાયેલા ઉપકરણમાં આગ
ઇન્ડિગો કંપનીના નિવેદન મુજબ, મુસાફરે પોતાનું ઇલેક્ટ્રોનિક ઉપકરણ (પાવર બેંક) વિમાનની સીટની પાછળની પોકેટ માં રાખ્યું હતું. આ ઉપકરણમાં આગ લાગવાની ઘટનાને પગલે ફ્લાઇટને પાછી બોલાવવામાં આવી હતી. ક્રૂ મેમ્બરોએ પરિસ્થિતિને ઝડપથી સંભાળી લીધી હતી અને આગ બુઝાવી દીધી હતી.
આ વિમાન દિલ્હી એરપોર્ટ પરથી બપોરે ૧૨:૨૫ વાગ્યે ઉડાન ભરવાનું હતું. ઘટના બાદ તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તમામ જરૂરી તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. તપાસ બાદ વિમાનને ફરીથી સંચાલન (ઓપરેશનલ) માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
એરલાઇને આ ઘટના દરમિયાન શાંતિ જાળવવા બદલ તમામ મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે, વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે અંગેની માહિતી આપવામાં આવી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
