News of Monday, 20th October 2025
દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓઃ પીએમમોદીએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી
પ્રકાશનો આ તહેવાર દરેકના જીવનને સુખ, સમૃધ્ધ અને સંવાદિતાથી પ્રકાશિત કરે

નવી દિલ્હી તા.૨૦: આજે દેશભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે. આ ખાસ પ્રસંગે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં દરેકને દિવાળીની શુભકામનાઓ પાઠવી.
૨૦૧૪માં ભારતના વડા પ્રધાન બન્યા ત્યારથી, પીએમ મોદીએ દર વર્ષે સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી છે. ૨૦૧૪માં, તેમણે લદ્દાખમાં સિયાચીન ગ્લેશિયર પર તૈનાત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી.
દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા, પીએમ મોદીએ લખ્યું, મારા બધા દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. પ્રકાશનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનને સુખ, સમૃદ્ધિ અને સંવાદિતાથી પ્રકાશિત કરે.
નોંધનીય છે કે આ વર્ષે, પીએમ મોદી ગોવામાં ભારતીય નૌકાદળના કર્મચારીઓ સાથે દિવાળી ઉજવી શકે છે. પીએમ મોદી INS વિક્રાંત પર ભારતીય નૌકાદળના કર્મચારીઓ સાથે ઓપરેશન સિદૂરની સફળતાની ઉજવણી કરશે. આ ઓપરેશન જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ હુમલા સામે શરૂ કરવામાં આવ્યું હતું.(૩૮.૬)
(9:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
