<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

હોંગકોંગ એરપોર્ટ પર કાર્ગો વિમાન રનવે પરથી ઉતરીને દરિયામાં પડયું: ૨ના મોત

એરપોર્ટના અન્‍ય બે રનવે કાર્યરતઃ અલમકતૌમ ઇન્‍ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી હતી

નવી દિલ્‍હી તા.૨૦: હોંગકોંગ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર લેન્‍ડિંગ કરતી વખતે એક કાર્ગો વિમાન રનવે પરથી લપસીને સમુદ્રમાં પડી જતાં બે લોકોના મોત થયા છે. હોંગકોંગ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્‍યા અનુસાર, દુબઈ, સંયુક્‍ત આરબ અમીરાતથી આવી રહેલ વિમાન સવારે લગભગ ૩:૫૦ વાગ્‍યે હોંગકોંગ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યું હતું. તેમાં સવાર ચાર ક્રૂ સભ્‍યોને બચાવી લેવામાં આવ્‍યા હતા અને તેમને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. પ્રાથમિક પોલીસ અહેવાલોમાં જણાવાયું છે કે એરપોર્ટ પર વાહનમાં બે લોકોના મોત થયા છે.

અધિકારીઓએ જણાવ્‍યું કે, એશિયાના સૌથી વ્‍યસ્‍ત એરપોર્ટ પૈકીના એક, હોંગકોંગ એરપોર્ટનો ઉત્તરીય રનવે, જ્‍યાં વિમાન લપસી ગયું હતું, તેને બંધ કરી દેવામાં આવ્‍યો છે. એરપોર્ટના બે અન્‍ય રનવે કાર્યરત છે. બોઇંગ ૭૪૭ કાર્ગો વિમાન, ટર્કિશ કાર્ગો વિમાન, જે અમીરાત સ્‍કાયકાર્ગો માટે ઉડાન ભરી રહ્યું હતું, તેનો ફલાઇટ નંબર EK9788 હતો. તે અલ મક્‍તૌમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી રહ્યું હતું.

હોંગકોંગના નાગરિક ઉડ્ડયન વિભાગે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે તે એરલાઇન અને અકસ્‍માતમાં સામેલ અન્‍ય પક્ષોનો સંપર્ક કરી રહ્યું છે. ફલાઇટ નંબર EK9788 એ સંયુક્‍ત આરબ અમીરાતના અલ મક્‍તૌમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી અમીરાત સ્‍કાયકાર્ગો માટે ઉડાન ભરી હતી પરંતુ હોંગકોંગ એરપોર્ટ પર સ્‍ટોપઓવર દરમિયાન ક્રેશ થયું હતું. વિમાનને બચાવી લેવામાં આવ્‍યું છે. અકસ્‍માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી. હોંગકોંગના નાગરિક ઉડ્ડયન વિભાગે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે તે એરલાઇન અને અકસ્‍માતમાં સામેલ અન્‍ય પક્ષોના સંપર્કમાં છે.

(9:51 AM IST)