<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

ગરીબ કેદીઓની મુકિતમાં જામીન રકમ અવરોધરૂપ નહિ બંને

સુપ્રીમકોર્ટનો મહત્‍વનો ચુકાદોઃ આ અંગેની નવી એસઓપી જાહેર ડીએલએસએ હવે તેમના વતી ૧ લાખ સુધીની રકમ ચૂકવી શકશે

નવી દિલ્‍હીઃ સુપ્રીમ કોર્ટે ગરીબ કેદીઓને જામીન આપવા માટે એક નવો SOP જારી કર્યો છે. DLSA હવે તેમના વતી રૂા.૧ લાખ સુધીની જામીન રકમ ચૂકવી શકશે. કોર્ટે જામીન સંબંધિત બાબતો પર વિચાર કરવા માટે એક સશક્‍ત સમિતિની રચના કરવાનો પણ આદેશ આપ્‍યો છે. આ પગલું ગરીબ કેદીઓની જેલમાંથી મુક્‍તિ સુરક્ષિત કરવામાં મદદરૂપ સાબિત થશે.

ન્‍યાયાધીશ એમ.એમ. સુંદરેશ અને સતીશ ચંદ્ર શર્માની બેન્‍ચે આ આદેશ આપ્‍યો, જેમાં એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી અને એમિકસ ક્‍યુરી સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લુથરાના સૂચનો સ્‍વીકારવામાં આવ્‍યા.

બેન્‍ચે જણાવ્‍યું હતું કે નવા SOP હેઠળ, જો ગરીબ કેદી માટે જામીન રકમ જમા કરાવવી અશક્‍ય હોય, તો DLSA તેમના વતી રકમ ચૂકવી શકશે. DLSA જામીન તરીકે વધુમાં વધુ એક લાખ રૂપિયા આપી શકશે.

કોર્ટે ગયા વર્ષે ૧૩ ફેબ્રુઆરીના રોજ જારી કરાયેલ તેની અગાઉની સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિગ પ્રોસિજર (SOP) માં કેટલાક સુધારા કર્યા હતા અને આદેશ આપ્‍યો હતો કે જિલ્‍લા કલેક્‍ટર અથવા જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ દ્વારા નિયુક્‍ત વ્‍યક્‍તિ, DLSA ના સચિવ, પોલીસ અધિક્ષક, સંબંધિત જેલના અધિક્ષક/ડેપ્‍યુટી અધિક્ષક અને સંબંધિત જેલના ઇન્‍ચાર્જ ન્‍યાયાધીશની બનેલી એક સશક્‍ત સમિતિની રચના કરવામાં આવે.

DLSA સચિવ સશક્‍ત સમિતિની બેઠકો બોલાવશે. સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે જો જામીનના આદેશના સાત દિવસની અંદર કોઈ અંડરટ્રાયલ જેલમાંથી મુક્‍ત ન થાય, તો જેલ અધિકારીઓએ DLSA સચિવને જાણ કરવી જોઈએ.

કોર્ટે જણાવ્‍યું હતું કે માહિતી મળ્‍યા પછી, DLSA સચિવ ખાતરી કરશે કે અંડરટ્રાયલ વ્‍યક્‍તિના બચત ખાતામાં ભંડોળ છે, અને જો નહીં, તો પાંચ દિવસની અંદર DLSA ને વિનંતી મોકલવામાં આવશે.

કોર્ટે કહ્યું, જિલ્‍લા સ્‍તરીય સશક્‍ત સમિતિ (DLEC), રિપોર્ટ મળ્‍યાની તારીખથી પાંચ દિવસની અંદર (ICJS - ઇન્‍ટરઓપરેટેબલ ક્રિમિનલ જાસ્‍ટિસ સિસ્‍ટમમાં સંકલન બાકી છે), DLSA ની ભલામણ પર જામીન ભંડોળ મુક્‍ત કરવાનો નિર્દેશ આપશે.ૅ

તેમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે DLEC દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે (જો આવા દિવસો રજાના હોય, તો પછીના કાર્યકારી દિવસોમાં) મળશે અને DLSA દ્વારા ભલામણ કરાયેલા કેસોની વિચારણા કરશે. બેન્‍ચે જણાવ્‍યું હતું કે જ્‍યાં સશક્‍ત સમિતિ ભલામણ કરે છે કે ઓળખાયેલા અંડરટ્રાયલ્‍સને ગરીબ કેદીઓ માટે સહાય યોજના હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે, ત્‍યાં પ્રતિ કેદી રૂ. ૫૦,૦૦૦ સુધીની જરૂરી રકમ જિલ્‍લા સમિતિના નિર્ણયના પાંચ દિવસની અંદર ફિક્‍સ ડિપોઝિટ દ્વારા અથવા અન્‍ય કોઈપણ નિર્ધારિત રીતે (જિલ્‍લા સમિતિ દ્વારા યોગ્‍ય માનવામાં આવે તે રીતે) કોર્ટને ઉપલબ્‍ધ કરાવવાનો નિર્દેશ આપી શકાય છે.

નોંધનીય છે કે ૮ ઓક્‍ટોબરના પોતાના આદેશમાં, બેન્‍ચે નિર્દેશ આપ્‍યો હતો કે, ICJS માં એકીકરણ બાકી હોય ત્‍યાં સુધી, આ નિર્ણય ઝન્‍લ્‍ખ્‍ અને જેલ અધિકારીઓને ઇમેઇલ દ્વારા વારાફરતી જણાવવામાં આવશે. જો રકમ પાંચ દિવસની અંદર કોર્ટમાં તાત્‍કાલિક જમા કરવામાં ન આવે અને કેદીને મુક્‍ત કરવામાં ન આવે, તો જેલ અધિકારીઓએ છઠ્ઠા દિવસે DLSA ને જાણ કરવી જોઈએ.ૅ

સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે જો કેદીને નિર્દોષ જાહેર કરવામાં આવે અથવા દોષિત ઠેરવવામાં આવે, તો ટ્રાયલ કોર્ટ તે રકમ સરકારી ખાતામાં પરત કરવા માટે યોગ્‍ય આદેશો પસાર કરી શકે છે, કારણ કે તે ફક્‍ત જામીન મેળવવાના હેતુ માટે છે. કોર્ટે ઉમેર્યું હતું કે, જો જામીનની રકમ રૂા.૫૦,૦૦૦ થી વધુ હોય, તો સશક્‍ત સમિતિ રકમ રૂા.૧ લાખ સુધી વધારવા માટે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી શકે છે.

કેસની આગામી સુનાવણી ૨૬ નવેમ્‍બર માટે સુનિヘતિ કરતી વખતે, બેન્‍ચે કેન્‍દ્રને તેની યોજનામાં જરૂરી સુધારા કરવા અને ઉપરોક્‍ત શરતો અનુસાર સુધારેલ લ્‍બ્‍ભ્‍ જારી કરવાનો નિર્દેશ આપ્‍યો.(૩૮.૧૪)

 

(10:00 AM IST)