<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્ક : સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૧૧૦:‘‘હે  ગરિમામયી,લીલા કરો.આ બ્રહ્માંડ એક રિકત ખોલ છે જેમાં તમારું મન અનંત રૂપથી કોૈતુક કરે છે.''

જો તમે જીવનમાં ખેલપૂર્ણ છો તો ભીતર મન સાથે પણ તમે ખેલપૂર્ણ થઇ શકો છો. પછી એમ સમજો જેમ કે ટેલીવિઝનના પડદા ઉપર તમે કાંઇક જોઇ રહ્યા છો પણ તમે એમાં જોડાયેલા નથી. બસ એક દૃષ્‍ટા છો, એક દર્શક છો. તો જુઓ અને એનો આનંદ લો. ના કહો સારૂ કે ના કહો ખરાબ, ના નિંદા કરો, ના વખાણ કરો, કારણ કે તે ગંભીર વાતો છે.

જો તમારા પડદા ઉપર કોઇ નગ્ન સ્‍ત્રી આવે છે તો એમ ના કહો કે આ ગલત છે કે કોઇ શેતાન તમારા ઉપર કોઇ ચાલ ચલાવી રહ્યો છે. કોઇ શેતાન તમારા ઉપર ચાલ ચલાવી રહ્યો નથી. એને એવી રીતે જુઓ કે જાણે ફિલ્‍મના પડદા ઉપર કાંઇ જોઇ રહ્યા છો.

અને એના પ્રત્‍યે ખેલનો ભાવ રાખો. એ સ્‍ત્રીને કહો કે રાહ જુઓ એને બહાર ધકેલવાનો પ્રયત્‍ન ના કરો કારણ કે જેટલું  તમે એને બહાર ધકેલશો એટલું જ એ અંદર ઘુસશે. આમેય મહિલાઓ તો હઠીલી હોય છે અને એનો પીછો પણ ન કરો. જો તમે એની પાછળ જશો તો પણ તમે મુશ્‍કેલીમાં પડશો. ના એની પાછળ જાઓ, ના એની સાથે લડો, આ જ નિયમ છે. બસ જુઓ અને ખેલ પૂર્ણ રહો. બસ હેલ્લો કે નમસ્‍કાર કહી દો અને જોતા રહો અને એનાથી બેચેન ના થશો. એ સ્‍ત્રીને રાહ જોવા દો જેવી એ આવી હતી એવી જ એ જતી રહેશે. તે પોતાની મરજી પ્રમાણે ચાલે છે. એને તમારી સાથે કાંઇ લેવા-દેવા નથી, તે બસ તમારા સ્‍મૃતિપટ ઉપર છે. કોઇ પરિસ્‍થિતિને કારણે તે આવી ગઇ, બસ એક ચિત્રની જેમ એના પ્રત્‍યે ખેલપૂર્ણ રહો. જો તમે તમારા મન સાથે ખેલપૂર્ણ રહી શકો તો તે તરત જ સમાપ્‍ત થઇ જશે કારણ કે મન ફકત ત્‍યારે જ હોઇ શકે કે જયારે તમે ગંભીર થાઓ છો. ગંભીરતા વચ્‍ચેની કડી છે, પુલ છે. 

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:48 AM IST)