News of Monday, 20th October 2025
ઉત્તર ભારતના પહાડો પર હિમવર્ષા
દેશભરમાં હવામાનમાં પલટો :દક્ષિણના રાજ્યોમાં ૫ દિવસ ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી, તા.૨૦: ભારતમાં આગામી દિવસોમાં હવામાન બે પ્રકારનો મિજાજ બતાવશે. હવામાન વિભાગે દેશના ઉત્તરીય અને દક્ષિણી ભાગો માટે અલગ-અલગ ચેતવણીઓ જારી કરી છે.
ઉત્તરીય ભારત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે ઉત્તર ભારતમાં ઠંડીનો પારો ગગડશે. મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું (કોલ્ડ વેવ) ફરી વળશે.
દક્ષિણી રાજ્યો, દક્ષિણ ભારતના રાજ્યો જેમ કે તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં આગામી પાંચ દિવસ (૫ દિવસ) સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
આમ હવે દેશમાં ધીમે ધીમે ઠંડીનું વાતાવરણ જામતું જશે તેવા એંધાણ દેખાય છે.
આ સાથે ઉપર લેટેસ્ટ આજે સવારે આઠ વાગે લેવામાં આવેલ ઇનસેટ તસવીરમાં દક્ષિણ ભારતમાં વાદળાઓની જમાવટ જોવા મળે છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
