<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

યુપીમાં ફટાકડાના ગોદામમાં મોટો વિસ્‍ફોટઃ બે દુકાનોના છાપરાં ઉડી ગયાઃ ચારેકોર ધૂમાડાના ગોટેગોટા

ઇટાહ, ઉત્તર પ્રદેશ, તા.૨૦: દીપાવલીના તહેવાર પહેલા જ ઉત્તર પ્રદેશના ઇટાહ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં આતશબાજી (ફટાકડા) ના એક ગોદામમાં અચાનક આગ લાગી હતી અને ત્‍યારબાદ જોરદાર વિસ્‍ફોટ થયો હતો.

વિસ્‍ફોટ એટલો શક્‍તિશાળી હતો કે ગોદામની આસપાસની બે દુકાનોના છાપરાં (છત) ઉડી ગયા હતા. ઘટનાસ્‍થળે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેનાથી સ્‍થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ દુર્ઘટનામાં ત્રણ (૩) લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે, જેમને તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે.

ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્‍થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે વિસ્‍ફોટના કારણની તપાસ શરૂ કરી છે. 

(11:00 AM IST)