<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

કેનેડામાંથી ભારતીયોને બળજબરીથી ડિપોર્ટ કરવાના કેસમાં જબરદસ્‍ત વધારો

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કયો મોટો ખુલાસોઃ ડિપોર્ટ કરાયેલા લોકોની યાદીમાં ભારત મેક્‍સિકો પછી બીજા સ્‍થાને આવી ગયું

ઓટાવા, કેનેડા, તા.૨૦: અમેરિકા બાદ હવે કેનેડામાંથી પણ ભારતીય નાગરિકોને બળજબરીથી દેશમાંથી બહાર કાઢવાના (ડિપોર્ટ કરવાના) કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્‍યો છે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ આ અંગે એક મોટો ખુલાસો કર્યો છે અને આ આંકડાઓ પર ચિંતા વ્‍યક્‍ત કરી છે.

કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્‍સીના ડેટા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવાની સંખ્‍યામાં જબરદસ્‍ત વધારો થયો છે. છેલ્લા ૬ વર્ષોમાં આ આંકડો રેકોર્ડ સ્‍તરે પહોંચી ગયો છે. કેનેડામાંથી ડિપોર્ટ કરાયેલા લોકોની યાદીમાં ભારત મેક્‍સિકો પછી બીજા સ્‍થાને આવી ગયું છે.આ વધારો મુખ્‍યત્‍વે બનાવટી દસ્‍તાવેજો, વિઝાની શરતોનું ઉલ્લંઘન અને ગેરકાયદેસર રીતે વસવાટ કરવાના કેસોને કારણે થયો છે. કેનેડા સરકાર આ મુદ્દે કડક વલણ અપનાવી રહી છે, જેના કારણે કેનેડામાં રહેતા હજારો ભારતીયોની ચિંતા વધી છે.

(11:33 AM IST)