<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

દિપાવલી પર્વમાં સિંગાપોરમાં માનવ મહેરામણ

વેકેશનની મજા માણતા પ્રવાસીઓઃ બજારોમાં ભારે ભીડ

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા તા.૨૦: આ વર્ષે ધનતેરસ અને દિવાળીના તહેવારોએ સિંગાપોરમાં પ્રવાસીઓનો જબરદસ્‍ત માનવ મહેરામણ ઉમટયો છે. જેના કેન્‍દ્રમાં ભારતીય પ્રવાસીઓ રહ્યા છે. આ પ્રવાહને કારણે સ્‍થાનિક બજારોમાં ભારે ખરીદી જોવા મળી છે. ભારતીય પ્રવાસીઓએ શુભ મુહૂર્ત પર સોના-ચાંદી અને અન્‍ય ચીજવસ્‍તુઓની ભારે ખરીદી કરીને બજારોને ધમધમતા કર્યા હતા.

લિટલ ઇન્‍ડિયા વિસ્‍તારને દીપાવલિની ભવ્‍ય રોશનીથી શણગારવામાં આવ્‍યો હતો, જે સ્‍થાનિક અને પ્રવાસીઓ માટે મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો હતો. પ્રવાસીઓ અને ભારતીય રહેવાસીઓએ ભારતીય રેસ્‍ટોરન્‍ટ્‍સ અને મીઠાઈની દુકાનોમાં પરંપરાગત વાનગીઓનો મન મૂકીને સ્‍વાદ માણ્‍યો હતો. તહેવારોની ઉજવણીની સાથે સાથે, (સિંગાપોરના મુખ્‍ય આકર્ષણો જેવા કે મરિના બે સેન્‍ડ્‍સ, ગાર્ડન્‍સ બાય ધ બે, સેન્‍ટોસા આઇલેન્‍ડ, સિંગાપોર ફ્‌લાયર અને રાષ્‍ટ્રીય પ્રતીક મર્લિયન સ્‍ટેચ્‍યુ પર પણ ભારતીય પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. એરપોર્ટ પરના ધ જ્‍વેલ (The Jewel) અને નાઇટ સફારીમાં પણ પ્રવાસીઓનો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.)

સિંગાપોરમાં રહેતા વિદેશી ભારતીય રહેવાસીઓએ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો અને ભગવાનના મોટા કટ-આઉટ્‍સ મૂકીને ભારતીય સંસ્‍કળતિ અને પરંપરાને વિદેશની ધરતી પર ગૌરવ સાથે જાળવી રાખી છે.

(11:42 AM IST)