News of Monday, 20th October 2025
યુપીઃ દલિત યુવક સાથે અત્યાચારની ચરમસીમા
દબંગોએ યુવકને જૂતાં ચટાવ્યાઃ માર મારી હાથ તોડી નાખ્યોઃ પોલીસ પર ફરિયાદ ટાળવાનો આરોપ

ઉત્તર પ્રદેશના હમીરપુરમાં સામાજિક અત્યાચારની એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક જૂના વિવાદના કારણે દબંગોએ અનુસૂચિત જાતિના એક યુવક સાથે હીન કૃત્ય આચર્યું છે. અહેવાલો મુજબ, થોડા સમય પહેલાં આ યુવકે ડો. ભીમરાવ આંબેડકરની તસવીર ફાડવાના કેસમાં જિલ્લા અધિકારીને ફરિયાદ કરી હતી. આ જ જૂની અદાવતને લઈને સ્થાનિક દબંગોએ અનુસૂચિત જાતિના યુવકને માર માર્યો હતો અને તેને બળજબરીથી પોતાના જૂતાં ચટાડવા માટે મજબૂર કર્યો હતો. એટલું જ નહીં, માર મારવાના કારણે યુવકનો હાથ પણ તૂટી ગયો છે.
સૌથી ગંભીર બાબત એ છે કે પીડિત યુવક સતત પોલીસનો સંપર્ક કરતો રહ્યો, પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસ લાંબા સમય સુધી તેની ફરિયાદ ટાળતી રહી, આખરે દબાણ વધતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
