<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં સમસ્‍ત સૌરાષ્‍ટ્ર સમાજ દ્વારા સ્‍નેહમિલન

ન્‍યૂઝીલેન્‍ડ ના ઓકલેન્‍ડ શહેરમાં આવેલ સ્‍વામિનારાયણ મંદિર ખાતે સમસ્‍ત સૌરાષ્‍ટ્ર ન્‍યુઝીલેન્‍ડ સમાજ દ્વારા દિવાળી ના તહેવાર નિમિત્તે સ્‍નેહ મિલન સમારોહ ને વડીલો દ્વારા દિપ પ્રાગટય કરી ક્રાર્યકમ ને ખુલ્લો મુકાયો હતો આતકે ન્‍યૂઝીલેન્‍ડ ઓકલેન્‍ડ ના અગ્રણી સુરેશભાઈ બલર એ પોતાના પ્રવચનમાં જણાવેલ કે આ વિશાળ સંખ્‍યામાં સૌરાષ્‍ટ્ર સમાજ ના યુવાનો અહીંયા ન્‍યૂઝીલેન્‍ડ આવીને સ્‍થાયી થવા બદલ તમામ ના માતા અને પિતા અને પરિવારજનો નો આભાર માન્‍યો હતો કે કપરી પરિસ્‍થિતિમાં પોતાના દિકરા અને દિકરી નો સાત સમંદર પાર ન્‍યૂઝીલેન્‍ડ મોકલીયા એ બદલ તમામ વાલીઓ નો આભાર વ્‍યક્‍ત કરેલ અને તમામ લોકો ને નવા વર્ષ ની શુભેચ્‍છાઓ પાઠવી હતી આતકે ખાસ રાસ ગરબા અને સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાયો આ તકે ન્‍યૂઝીલેન્‍ડ ના ઓકલેન્‍ડ શહેરના એમ, પી, કાર્લોસ ચેઉગ ખાસ ભારતીય પોષાક હાજર રહી તમામ લોકો ને દિવાળી સુભેક્ષાઓ આપેલ હતી અને યુવા ટીમ ની સેવાકીય પ્રવળતિઓ ને બીરદાવી હતી આતકે ન્‍યૂઝીલેન્‍ડ સૌરાષ્‍ટ્ર સમાજ ના તમામ યુવાનો દ્વારા એમ, પી કાર્લોસ ચેઉગ નું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું આ કાર્યકમ સૌરાષ્‍ટ્ર સમાજ ન્‍યુઝીલેન્‍ડ ના સેવાભાવી યુવાનો દ્વારા ઓકલેન્‍ડ શહેરમાં દિવાળી ફેસ્‍ટીવલ દરમિયાન બરફના ગોલા નો સ્‍ટોલ બે દિવસ ચલાવે છે અને ગોલા ખાવા ન્‍યૂઝીલેન્‍ડ ના કિવી લોકો પણ આવે અને ચાઇનીસ લોકો સહિત લોકો ગોલા ખાવા ખુબ મજા આવેલ અને આ સેવાકીય પ્રવળતિઓ કરવા બદલ તમામ સેવા ભાવિ યુવાનો નું  સમાજ શ્રેષ્ઠી સુરેશભાઈ બલર દ્વારા સંન્‍માનિત કરાયા હતા અને તમામ યુવાનો ની સેવા ઓને બિરદાવી હતી આતકે બહેનો દ્વારા વિશાળ રંગોળી બનાવી આવી હતી અને સમાપનમાં ખાસ ભારતીય રાષ્‍ટ્રીય ગાન કરી ભારત માતા કી જય ના જય દોષ થી જાણે સૌ માદરે વતન હોય તેવો માહોલ સર્જાયો હતો  આ  ક્રાર્યકમ માં વિસાળ સંખ્‍યામાં સૌરાષ્‍ટ્ર સમાજ ના પરીવારજનો હાજર રહી સુભેક્ષા ઓ આપેલ હતી આ ક્રાર્યકમનુ સફળ સંચાલન કૃપા પરજીયા અને દિપેન હડીયાએ કરેલ હતુ (તસ્‍વીર- અહેવાલઃ ધર્મેન્‍દ્ર બાબરીયા-ધોરાજી  

(1:19 PM IST)