<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

વડાપ્રધાન મોદીની ‘સ્‍વદેશી' અપીલનો પડઘોઃ એક જ દિવસમાં રૂ.૧ લાખ કરોડની રેકોર્ડબ્રેક ખરીદી

સીએઆઈટીના અંદાજ મુજબ, ગત વર્ષની તુલનામાં આ વર્ષે વેપારમાં પચ્‍ચીસ ટકા (૨૫%) જેટલો ઉછાળો નોંધાયો

અમદાવાદ/નવી દિલ્‍હી, તા.૨૦: દિવાળીના શુભ પર્વ ધનતેરસ ૨૦૨૫ પર ભારતીય બજારોમાં ખરીદીનો નવો ઇતિહાસ રચાયો છે. ટ્રેડર્સના સંગઠન સીએઆઈટી (કન્‍ફેડરેશન ઓફ ઓલ ઈન્‍ડિયા ટ્રેડર્સ)ના જણાવ્‍યા અનુસાર, દેશભરના ગ્રાહકોએ માત્ર એક જ દિવસમાં અંદાજે રૂ.એક લાખ કરોડ (રૂ. ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦)ની રેકોર્ડબ્રેક ખરીદી કરીને નવો કીર્તિમાન સ્‍થાપિત કર્યો છે.

આ રેકોર્ડબ્રેક ખરીદી પાછળ વડા -ધાન મોદીની ‘સ્‍વદેશી' વસ્‍તુઓ ખરીદવાની અપીલનો દમ જોવા મળ્‍યો છે. સીએઆઈટીના અંદાજ મુજબ, ગત વર્ષની તુલનામાં આ વર્ષે વેપારમાં પચ્‍ચીસ ટકા (૨૫%) જેટલો ઉછાળો નોંધાયો છે.

સોના-ચાંદીનો વેપારઃ એકલા સોના-ચાંદીના વેપારમાં અંદાજે રૂ. સાઠ હજાર કરોડ (રૂ.૬૦,૦૦૦ કરોડ)નું ટર્નઓવર નોંધાયું.

ટ્રમ્‍પ ટેરિફનો કયાસ ખોટોઃ આટલી મોટી ખરીદીના આંકડા દર્શાવે છે કે આયાત ટેરિફ અંગેની બજારની અટકળો ખોટી સાબિત થઈ છે અને ભારતીય ગ્રાહકોએ સ્‍વદેશી ઉત્‍પાદનો પર વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે.

ધમાલવાળા ક્ષેત્રોઃ સોના-ચાંદી ઉપરાંત, ઓટોમોબાઇલ, ઇલેક્‍ટ્રોનિક્‍સ અને ઘરવપરાશના વાસણોની ખરીદીમાં જબરદસ્‍ત તેજી જોવા મળી છે.

આ રેકોર્ડ ખરીદીએ દેશના અર્થતંત્રને મજબૂત ગતિ આપી છે અને દિવાળીના તહેવારોની શરૂઆતને વધુ તેજસ્‍વી બનાવી છે. 

 

(2:54 PM IST)