News of Monday, 20th October 2025
સોનામાં પ૦૦-ચાંદીમાં ૧૦૦૦ તૂટયા
સોનાના ભાવ ઘટીને ૧,૩૧,પ૦૦ અને ચાંદીના ભાવ ૧,૬૪,૦૦૦ રૂા. થયા

સોનામાં સવારે ૮૦૦ રૂા. અને ચાંદીમાં ૧પ૦૦ રૂા. ઘટયા બાદ બપોરે બંને કિંમતી ઘાતુઓના ભાવ ફરી વધ્યા
રાજકોટ, તા., ર૦: બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે દિપાવલી પર્વમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જારી રહયો હતો. આજે સોનામાં પ૦૦ રૂા. અને ચાંદીમાં ૧૦૦૦ રૂા. ઘટયા હતા.
બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં પ૦૦ રૂા. તુટયા હતા. શનિવારે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૩ર,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,૩૧,પ૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં પ૦૦૦ રૂા. નું ગાબડુ પડયું હતું. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૩,ર૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૩,૧પ,૦૦૦ રૂા. થયા હતા. સોનાની સાથે ચાંદીમાં પણ ૧૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. શનિવારે ચાંદી ૧,૬પ,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૬૪,૦૦૦ રૂા. થયા હતા.
આજે સવારે સોનામાં ૮૦૦ રૂા. અને ચાંદીમાં ૧પ૦૦ રૂા.નું ગાબડુ પડયું હતું. જો કે બપોરે બંને કિંમતી ધાતુઓના ભાવમાં ફરી ભાવવધારો થયો હતો અને સોનામાં પ૦૦ અને ચાંદીમાં ૧૦૦૦ ઘટયા હતા. (૪.૧૩)
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
