<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

દિવાળી પર સરહદેથી ઘૂસણખોરીનો મોટો ખતરો,

નિયંત્રણ રેખા ઉપરાંત આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હાઈએલર્ટ

જમ્‍મુ-કાશ્‍મીર/નવી દિલ્‍હી તા.૨૦: તહેવારોની સિઝનમાં દેશની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. ગુપ્તચર ઇનપુટ મળ્‍યા છે કે દિવાળીના તહેવાર દરમિયાન પાકિસ્‍તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ (આઈ.બી.) અને નિયંત્રણ રેખા (એલ.ઓ.સી.) દ્વારા આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી શકે છે. હાઈ એલર્ટઃ આ ઇનપુટ બાદ સરહદ સુરક્ષા દળ (બી.એસ.એફ઼) અને ભારતીય સેનાને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્‍યા છે. તૈનાતીઃ સરહદી વિસ્‍તારોમાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્‍ફળ બનાવવા માટે સેના અને બી.એસ.એફ઼ના વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્‍યા છે. જવાનોને રાત-દિવસ સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્‍પદ ગતિવિધિ પર તાત્‍કાલિક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્‍યા છે

(3:10 PM IST)