<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

શાહી સ્‍વાદ અને કિંમત પણ એટલી જ છે! સોનાથી ઢંકાયેલી મીઠાઈનો ભાવ છે પ્રતિ કિ.ગ્રા.ના ૩૩ હજાર

ઈન્‍દોરની અગ્રવાલ સ્‍વીટસમાં બનેલી આ મીઠાઈનો રોયલ અંદાજ

નવી દિલ્‍હી, તા.૨૦: દિવાળી સ્‍પેશિયલ મીઠાઈઓ, દિવાળી એ દરેક જગ્‍યાએ આનંદ અને ખુશીનો તહેવાર છે. મીઠાઈઓ આનંદને બમણી કરે છે, અને જ્‍યારે મીઠાઈ અનોખી હોય છે, ત્‍યારે તે યાદગાર બની જાય છે. અમે તમને એક એવી મીઠાઈ વિશે જણાવી રહ્યા છીએ જે ફક્‍ત પોતાનામાં જ અનોખી નથી, પરંતુ તેની કિંમત જાણીને તમને આヘર્ય થશે. આ મીઠાઈનું નામ રોયલ ગોલ્‍ડન પાઈન છે, જેની કિંમત લગભગ રૂ.૩૦,૦૦૦ પ્રતિ કિલોગ્રામ છે.

ઇંદોરની અગ્રવાલ સ્‍વીટ્‍સમાં બનેલી આ મીઠાઈ માત્ર શાહી જ નહીં પણ સૌથી આરોગ્‍યપ્રદ મીઠાઈ પણ છે, જે પાઈન નટ્‍સનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને સોનાથી કોટેડ હોય છે. એક બોક્‍સની કિંમત રૂ.૩,૫૦૦ છે, જેમાં ચાર ટુકડાઓ શામેલ છે. તેની ભવ્‍ય રજૂઆત અને સુશોભિત બોક્‍સ રોયલ ગોલ્‍ડન પાઇપ સ્‍વીટને વધુ શાહી દેખાવ આપે છે. એક મોટા મખમલ બોક્‍સની અંદર સુંદર રીતે સુશોભિત ડિઝાઇનર બોક્‍સ છે.

ઇન્‍દોરના અગ્રવાલ સ્‍વીટ્‍સના અભિષેક અગ્રવાલે સમજાવ્‍યું કે આ મીઠાઈ ખાસ કરીને તેમના A+ ગ્રાહકો માટે બનાવવામાં આવી હતી. આ કસ્‍ટમાઇઝ્‍ડ મીઠાઈ મર્યાદિત આવળત્તિ છે અને તેમને તેમના ગ્રાહકો તરફથી ખૂબ જ સકારાત્‍મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ મીઠાઈ માત્ર અનોખી જ નથી પણ સ્‍વાસ્‍થ્‍ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં પાઈન નટ્‍સ અને પિસ્‍તાનો ઉપયોગ થાય છે, જે સ્‍વાસ્‍થ્‍ય માટે સારા છે. સોનાનું આવરણ પણ સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

તેમણે વધુમાં સમજાવ્‍યું કે આ મીઠાઈ બનાવવા પાછળનો વિચાર તેમના ઉચ્‍ચ કક્ષાના ગ્રાહકોની તેમના મહેમાનોને કંઈક વિશિષ્ટ આપવાની માંગને પૂર્ણ કરવા માટે, રોયલ ગોલ્‍ડન પાઈન આ દિવાળીને યાદગાર બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી અને તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

(3:20 PM IST)