<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

એમેઝોનની સર્વિસિસ ઠપ્‍પ, પ્રાઇમ વીડિયો, એલેક્‍સા અને એડબલ્‍યુએસ સહિત અનેક પ્‍લેટફોર્મ પર યુઝર્સને ભારે હાલાકી

નવી દિલ્‍હી/વોશિંગ્‍ટન : ઓનલાઈન ટેક્રોલોજી અને ઈ-કોમર્સ ક્ષેત્રની દિગ્‍ગજ કંપની એમેઝોનની મુખ્‍ય સેવાઓ સોમવારે ખોરવાઈ જવાના કારણે હજારો યુઝર્સ પરેશાન થયા હતા. કંપનીની મુખ્‍ય સર્વિસિસ, ખાસ કરીને અમે એમેઝોન વેબસ સર્વિસીસ (એડબલ્‍યુએસ)માં આવેલી ટેકનિકલ ખામીના કારણે ગ્રાહકોને પ્રાઇમ વિડીયો, એલેક્‍સા અને અન્‍ય પ્‍લેટફોર્મ્‍સનો ઉપયોગ કરવામાં મુશ્‍કેલી પડી હતી.

સોમવારે વિશ્વભરના હજારો યુઝર્સ દ્વારા એમેઝોનની વિવિધ સેવાઓમાં અવરોધની ફરિયાદો નોંધાવવામાં આવી હતી.

અસરગ્રસ્‍ત પ્‍લેટફોર્મ્‍સમાં એડબલ્‍યુએસ (જે ઇન્‍ટરનેટ પર અનેક વેબસાઇટ્‍સ અને સેવાઓનું બેકબોન છે), મનોરંજન માટેનું પ્રાઈમ વિડીયો અને સ્‍માર્ટ હોમ ડિવાઇસની મુખ્‍ય સર્વિસ એલેક્‍સા નોસમાવેશ થાય છે.

આ ખામી મુખ્‍યત્‍વે અમેરિકા સહિત ઘણા આંતરરાષ્ટ્રીય બજારોમાં જોવા મળી હતી. યુઝર્સ તેમના સ્‍ટ્રીમિંગ કન્‍ટેન્‍ટ, સ્‍માર્ટ હોમ કમાન્‍ડ્‍સ અને અન્‍ય ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરી શકતા નહોતા. એમેઝોન દ્વારા આ ટેકનિકલ સમસ્‍યાને જલ્‍દી ઉકેલવા અને સેવાઓ પુનઃસ્‍થાપિત કરવા માટે પ્રયત્‍નો શરૂ કરી દેવામાં આવ્‍યા છે, પરંતુ આ વિક્ષેપથી વિશ્વભરના લાખો યુઝર્સને ભારે અસુવિધા થઈ હતી. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્‍યાં સુધી સેવાઓ સંપૂર્ણપણે ક્‍યારે પૂર્વવત્‌ થશે તેની ચોક્કસ માહિતી મળી શકી નથી. 

(3:27 PM IST)