<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

ઓલાના સંસ્થાપક ભાવેશ અગ્રવાલ અને અન્ય ઘણા અધિકારીઓ સામે કેસ દાખલ

મૃતક એન્જિનિયર અરવિંદે સુસાઇડ નોટમાં કંપનીના અધિકારીઓ સામે "માનસિક ઉત્પીડન" અને "પગાર રોકવા"ના ગંભીર આરોપો લગાવ્યા હતા

બેંગલુરુ તા.૨૦ :બેંગલુરુ પોલીસે 38 વર્ષીય એન્જિનિયરની આત્મહત્યાના સંદર્ભમાં ઓલા ઇલેક્ટ્રિકના સંસ્થાપક ભાવેશ અગ્રવાલ અને કંપનીના અનેક વરિષ્ઠ અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો છે. 

મૃતક એન્જિનિયર અરવિંદે પોતાની સુસાઇડ નોટમાં કંપનીના અધિકારીઓ સામે "માનસિક ઉત્પીડન" અને "પગાર રોકવા"ના ગંભીર આરોપો લગાવ્યા હતા. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.

(4:10 PM IST)