News of Tuesday, 21st October 2025
કેરળમાં ભારે વરસાદઃ કન્નૂર અને ઇડુક્કીમાં ભારે પૂર- ભૂસ્ખલનઃ ૧૧ જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

તિરુવનંતપુરમ તા.૨૧: ઉત્તર-પૂર્વીય મોન્સૂનને કારણે કેરળમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે કન્નૂર અને ઇડુક્કી જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલન થયા છે.
કન્નૂરના ચેરુપુઝા પંચાયતમાં ફલેશ ફલડ અને લેન્ડસ્લાઇડથી ઘરોને નુકસાન થયા, અને થિરુમેની, પ્રાપોયિલ વિસ્તારોમાં પાણી ભરાયું.
હવામાન ખાતાએ ૨૦થી ૨૪ ઓક્ટોબર સુધી ઓરેન્જ એલર્ટ જારી કર્યો છે, જેમાં ૧૧ થી ૨૦ સે.મી. ચારથી આઠ ઇંચ જેવા અતિ ભારે વરસાદની આગાહી છે.
મુલ્લાપેરિયાર ડેમનું પાણી ૧૩૬ ફૂટ ઉપર પહોંચ્યું, જેના કારણે પેરિયાર નદીમાં પાણી છોડવામાં આવ્યું. ઇડુક્કીમાં થોડુપુઝા, નેદુમકંડમ અને કુમિલીમાં વોટરલોગિગ, રસ્તાઓ ધોવાઈ ગયા, વીજળી અને મોબાઇલ નેટવર્ક ખરાબ થયા. ૬ જિલ્લાઓમાં ઓરેન્જ અને પાંચમાં યલો એલર્ટ છે.
હવામાન ખાતાએ માછીમારોને ૨૨મી સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપી, લો-પ્રેશર વિસ્તારને કારણે ૨૩ સુધી વરસાદ ચાલશે, જેનાથી લેન્ડસ્લાઇડ અને પૂરનું જોખમ છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
