<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

યુએસ-ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે ક્રિટિકલ મિનરલ્‍સ પર ઐતિહાસિક કરારઃ ચીનના વિરોધમાં વ્‍યૂહાત્‍મક પગલું

વ્‍હાઇટ હાઉસમાં ૮.૫ અબજ ડોલરના ક્રિટિકલ મિનરલ્‍સ કરાર પર હસ્‍તાક્ષર કર્યા, જે રેર એર્થ અને અન્‍ય મહત્‍વના ખનીજોની સપ્‍લાય ચેઇનને મજબૂત કરશે

વોશિંગ્‍ટન તા.૨૧:  અમેરિકા અને ઓસ્‍ટ્રેલિયાએ સોમવારે  પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને ઓસ્‍ટ્રેલિયન વડા પ્રધાન એન્‍થની આલ્‍બાનીઝે આ કરારને ૅચીનના વર્ચસ્‍વને તોડવાનું મજબૂત પગલુંૅ ગણાવ્‍યું.

ચીન વર્તમાનમાં વિશ્વના ૮૦% રેર એર્થ ઉત્‍પાદનને નિયંત્રિત કરે છે, અને આ કરારથી અમેરિકા પોતાની નિર્ભરતા ઘટાડશે. અને સબમરીન અને મિસાઇલ તકનીકનો સમાવેશ થશે. આલ્‍બાનીઝે કહ્યું, આ આપણા સામૂહિક ઇતિહાસનો નવો અધ્‍યાય છે. કરારથી ઓસ્‍ટ્રેલિયન માઇન્‍સમાંથી અમેરિકી કંપનીઓને તાત્‍કાલિક સપ્‍લાય મળશે, જોકે પૂર્ણ વિકાસમાં વર્ષો લાગશે.

આ કરારથી ટેક્‍સાસ, ફલોરિડા જેવા રાજ્‍યોમાં ૨૦૦ કંપનીઓને લાભ થશે.

(9:41 AM IST)