<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

પ્રાઇવેટ પાર્ટને સ્‍પર્શ કરવો એ રેપ સમાન

બોમ્‍બ હાઇકોર્ટનો મહત્‍વનો ચુકાદોઃ સગીરપિડીતાના નિવેદનો પૂરતા છે ૩૮ વર્ષીય આરોપીની અરજી કોર્ટે ફગાવીઃ પોકસો કેસ બનશેઃ આરોપીની ૧૦ વર્ષની સજા સમર્થન

બોમ્‍બે હાઇકોર્ટની નાગપુર બેન્‍ચે ચુકાદો આપ્‍યો છે કે બાળકો સાથે થોડું અભદ્ર વર્તન પણ બળાત્‍કાર ગણવું જોઈએ. ૩૮ વર્ષીય આરોપીની અરજીને ફગાવી દેતા કોર્ટે જણાવ્‍યું હતું કે તેણે ૫ અને ૬ વર્ષની છોકરીઓ સાથે અભદ્ર કૃત્‍ય કર્યું છે, જેના કારણે POCSO કેસ બને છે. કોર્ટે આરોપીની ૧૦ વર્ષની સજાને સમર્થન આપ્‍યું છે.

આરોપી વ્‍યવસાયે ડ્રાઇવર છે અને વર્ધા જિલ્‍લાના હિગણઘાટનો રહેવાસી છે. ચુકાદો આપતી વખતે, ન્‍યાયાધીશ નિવેદિતા મહેતાએ જણાવ્‍યું હતું કે પીડિતાને જાતીય ઇરાદાથી સ્‍પર્શ કરવો અથવા તેની સાથે સેક્‍સ કરવાનો પ્રયાસ કરવો એ બળાત્‍કાર છે.

અહેવાલો અનુસાર, આરોપીએ છોકરીઓને જામફળથી લલચાવી હતી અને પછી તેમને અશ્‍લીલ વીડિયો બતાવ્‍યા હતા. તેણે તેમના પર જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી વિરુદ્ધ ભ્‍બ્‍ઘ્‍લ્‍બ્‍ એક્‍ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૨) (i) અને ૫૧૧ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો હતો. નીચલી કોર્ટે આરોપી પર ?૫૦,૦૦૦ નો દંડ પણ ફટકાર્યો.

ન્‍યાયાધીશ મહેતાએ જણાવ્‍યું હતું કે પીડિતાઓ અને તેમની માતાના નિવેદનો, ફોરેન્‍સિક પુરાવાઓ સાથે, સૂચવે છે કે તેમના પર જાતીય હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ઘટનાના ૧૫ દિવસ પછી કરવામાં આવેલી તબીબી તપાસમાં પીડિતાના ગુપ્તાંગ પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્‍યા નથી. આનો અર્થ એ નથી કે આરોપીએ તેના પર જાતીય હુમલો કર્યો ન હતો. આરોપીએ પોતાની અરજીમાં જણાવ્‍યું હતું કે તેના પરના આરોપો પીડિતાના પરિવાર સાથે લાંબા સમયથી ચાલતી દુશ્‍મનાવટ પર આધારિત હતા.

ન્‍યાયાધીશ મહેતાએ જણાવ્‍યું હતું કે સજા ઘટના સમયે ભ્‍બ્‍ઘ્‍લ્‍બ્‍ કાયદાની જોગવાઈઓ અનુસાર હોવી જોઈએ. ઓગસ્‍ટ ૨૦૧૯ માં કાયદામાં સુધારા બાદ, ઓછામાં ઓછી ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. બેન્‍ચે તારણ કાઢ્‍યું હતું કે આરોપી માટે ૧૦ વર્ષની સખત કેદ પૂરતી છે.

(9:58 AM IST)