<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

૧ નવે.સુધીમાં ચીન ડીલ કરે,નહીંતર ૧૫૫% ટેરિફ

ટ્રમ્‍પનું ગાંડપણ : ચીનને ફરી એકવાર આપી ધમકીઃ ટ્રેડવોરની આપી ચેતવણીઃ ચીન દ્વારા ‘‘રેર અર્થ મિનરલ્‍સની નિકાસ પર વધું કડક નિયંત્રણો લદાતા અમેરિકાને મરચાં લાગ્‍યા : ચીન ઇલેક્‍ટ્રોનિક્‍સ, ઇલેક્‍ટ્રિક વાહનો અને સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા ૧૭ જેટલા દુર્લભ ખનીજો ધરાવે છે. અગાઉ તે સાત ખનીજો પર નિયંત્રણ ધરાવતું હતું, પરંતુ ૯ ઓક્‍ટોબરે બેઇજિંગે વધુ પાંચ મિનરલ્‍સહોલ્‍મિયમ, એર્બિયમ, થુલિયમ, યુરોપિયમ અને યટ્ટરબિયમને નિયંત્રણ સૂચિમાં ઉમેરી દીધા છે. આ સાથે ચીન હવે ૧૭ માંથી ૧૨ દુર્લભ ખનીજો પર નિયંત્રણ ધરાવે છે

વોશિગ્‍ટન ડીસી તા.૨૧: અમેરિકા અને ચીન વચ્‍ચે ચાલી રહેલું ટ્રેડ વોર ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્‍યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સોમવારે ચીનને આકરી ચેતવણી આપતા જણાવ્‍યું હતું કે જો ૧લી નવેમ્‍બર સુધીમાં વેપાર સમજૂતી (ટ્રેડ ડીલ) નહીં કરવામાં આવે, તો ચીનને ૧૫૫% સુધીનું જંગી ટેરિફ ચૂકવવું પડી શકે છે. ચીન દ્વારા તાજેતરમાં રેર અર્થ મિનરલ્‍સ (દુર્લભ ખનીજો) ના નિકાસ પર નવા નિયંત્રણો લાદવાના નિર્ણય બાદ ટ્રમ્‍પે આ આકરું વલણ અપનાવ્‍યું છે. આ પહેલા ચીન ઉપર ૧૦૦ ટકા ટેરીફ માફ કરવાની ચીન ઇલેક્‍ટ્રોનિક્‍સ, ઇલેક્‍ટ્રિક વાહનો અને સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા ૧૭ જેટલા દુર્લભ ખનીજો ધરાવે છે. અગાઉ તે સાત ખનીજો પર નિયંત્રણ ધરાવતું હતું, પરંતુ ૯ ઓક્‍ટોબરે બેઇજિગે વધુ પાંચ મિનરલ્સહોલ્મિયમ, ઍર્બિયમ, થુલિયમ, યુરોપિયમ અને યટ્ટરબિયમને નિયંત્રણ સૂચિમાં ઉમેરી દીધા છે. આ સાથે ચીન હવે ૧૭ માંથી ૧૨ દુર્લભ ખનીજા પર નિયંત્રણ ધરાવે છે. કર્યાના કલાકોમાં જ ઉપરની જાહેરાત આવી છે.

વ્હાઇટ હાઉસ ખાતે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ઍન્થોની અલ્બેનીઝ સાથેની બેઠક દરમિયાન ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્નાં, ચીન અત્યાર સુધી ખૂબ સન્માનપૂર્વક રહ્નાં છે... તેઓ અમને ૫૫ ટકા સુધી ટેરિફ તરીકે મોટી રકમ આપી રહ્ના છે. આ ખૂબ મોટી રકમ છે. જાકે, જા ૧લી નવેમ્બર સુધીમાં કોઈ સમજૂતી ન થઈ, તો આ આંકડો ૧૫૫ ટકા સુધી જઈ શકે છે. ટ્રમ્પે ઍમ પણ ઉમેયુ* કે તેઓ ટૂંક સમયમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગને મળવાની યોજના ધરાવે છે.

આ સમગ્ર વિવાદનું મૂળ ચીન દ્વારા રેર અર્થ મિનરલ્સ પર લાદવામાં આવેલા નવા નિકાસ નિયંત્રણો છે. ચીન ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો અને સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા ૧૭ જેટલા દુર્લભ ખનીજા ધરાવે છે. અગાઉ તે સાત ખનીજા પર નિયંત્રણ ધરાવતું હતું, પરંતુ ૯ ઓક્ટોબરે બેઇજિગે વધુ પાંચ મિનરલ્સહોલ્મિયમ, ઍર્બિયમ, થુલિયમ, યુરોપિયમ અને યટ્ટરબિયમને નિયંત્રણ સૂચિમાં ઉમેરી દીધા છે. આ સાથે ચીન હવે ૧૭ માંથી ૧૨ દુર્લભ ખનીજા પર નિયંત્રણ ધરાવે છે.

નવા નિયમો હેઠળ, ચીનમાંથી આ ખનીજા ખરીદીને વિદેશમાં વેચવા માંગતી કંપનીઓઍ હવે ચીની સરકાર પાસેથી ફરજિયાતપણે નિકાસ લાઇસન્સ લેવું પડશે. ટ્રમ્પે ચીનના આ પગલાને ’પ્રતિકૂળ’ ગણાવ્યું છે અને ચેતવણી આપી છે કે જા ચીન આ નિર્ણય પાછો નહીં ખેંચે, તો અમેરિકા ૧૦૦„ થી વધુનો નવો ’થ્રી-ડિજિટ’ ટેરિફ લાદશે.

નિષ્ણાંતો ચેતવણી આપી રહ્ના છે કે ચીનના આ પગલાથી અમેરિકા અને તેના સાથી દેશોની સુરક્ષા અને ઉદ્યોગો પર ગંભીર અસર પડી શકે છે. તેનું કારણ ઍ છે કે ચીન વૈશ્વિક રેર મિનરલ સપ્લાયનો ૭૦„ હિસ્સો અને તેની પ્રોસેસિગ ક્ષમતાનો ૯૦„ હિસ્સો નિયંત્રિત કરે છે.

બીજી તરફ, ચીને આ મામલે અમેરિકા પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ચીની સરકારનું કહેવું છે કે અમેરિકાઍ ચીની જહાજા પર ટેરિફ લાદવાની યોજના બનાવીને વાતચીતનું વાતાવરણ ખરાબ કયુ* છે. ચીની શિક્ષણવિદોઍ પણ ટ્રમ્પની નીતિઓની ટીકા કરી છે. રેન્મિન યુનિવર્સિટીના પ્રોફેસર જિન કેનરોંગે કહ્નાં કે, અમેરિકાઍ પહેલા ચીન પર હુમલો કર્યો અને હવે પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્નાં છે.

ફુદાન યુનિવર્સિટીના પ્રોફેસર વુ ઝિન્બોઍ જણાવ્યું કે ચીનની આ પ્રતિક્રિયા અમેરિકા દ્વારા ચિપ્સ અને ટેક્નોલોજી પર લાદવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં છે. તેમણે સ્પષ્ટ કયુ* કે ચીન દબાણ સહન કરશે નહીં અને ટ્રમ્પ સાથેની ભાવિ બેઠક માટે અમેરિકાઍ નક્કર પગલાં લેવા પડશે. ચીન તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે,  આ વખતે અમેરિકા વધુ મુશ્કેલીમાં છે. અમારો સંદેશ સ્પષ્ટ છેઃ અમેરિકાઍ ચીન સાથે હળીમળીને કામ કરવું જાઈઍ.

(2:04 PM IST)