<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

ઈઝરાયેલના પીએમ નેતન્‍યાહૂ આ વર્ષના અંત સુધીમાં ભારતની મુલાકાતેઃ ૭ વર્ષ બાદ પ્રથમ યાત્રા

આ મુલાકાતથી બંને દેશો વચ્‍ચેના મજબૂત વ્‍યૂહાત્‍મક સંબંધોને વધુ ગતિ મળશે

નવી દિલ્‍હીઃ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂ વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં ભારતની મુલાકાત લે તેવી શક્‍યતા છે, જે છેલ્‍લા સાત વર્ષમાં તેમની પ્રથમ ભારત યાત્રા હશે.

છેલ્‍લે જાન્‍યુઆરી ૨૦૧૮માં નેતન્‍યાહૂએ ભારતની મુલાકાત લીધી હતી, જે ઇઝરાયેલના વડાપ્રધાનની ૧૫ વર્ષમાં પ્રથમ મુલાકાત હતી. આ આગામી યાત્રા બંને દેશો વચ્‍ચે સંરક્ષણ, કૃષિ, જળ વ્‍યવસ્‍થાપન અને ટેક્રોલોજી જેવા મુખ્‍ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાના ઉદ્દેશ્‍ય સાથે યોજાશે.

વૈશ્વિક અને પ્રાદેશિક ભૂ-રાજકીય પરિસ્‍થિતિઓમાં વધતા પડકારો વચ્‍ચે નેતન્‍યાહૂની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને દેશોના નેતાઓ આતંકવાદ સામે લડવા, સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા અને વેપાર-રોકાણને પ્રોત્‍સાહન આપવા અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે. ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે મેક ઇન ઇન્‍ડિયા પહેલ હેઠળ સંયુક્‍ત ઉત્‍પાદન અને ટેકનોલોજીના ટ્રાન્‍સફર ઉપર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત થઈ શકે છે.

(11:34 AM IST)