<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

અમીતભાઇ શાહ અને નરેન્‍દ્રભાઇ મોદી વચ્‍ચે અનેરું રાજકીય ટયુનિંગ

૧૯૮૨-૮૩ માં થઈ હતી પ્રથમ મુલાકાત આધુનિક ભારતીય રાજનીતિનું સૌથી શક્‍તિશાળી જોડાણ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : આવતીકાલે શ્રી અમીતભાઈ શાહનો જન્‍મ દિવસ છે ત્‍યારે સૌ કોઈ અમીતભાઈ અને નરેન્‍દ્ર મોદીના ટયુનિંગને અચૂક યાદ કરે છે.

નરેન્‍દ્રભાઇ મોદીનુ કોઇપણ મિશન હોય જાણે અમીતભાઈ તે પાર પાડવા કોઈ કચાશ રાખતા નથી, ગુજરાતની આ જોડી આજે દેશની સેવા કરી રહી છે, અશકય જણાતા કામો પણ નરેન્‍દ્રભાઈ અને અમીતભાઈની જોડીએ કરી આપ્‍યા છે.

સામાન્‍ય રીતે આ લેવલ ઉપર પહોંચ્‍યા પછી કયાંક સ્‍પર્ધાની વાત આવે છે, કયારેક મોટાપો બતાવવાની વાત આવે છે, આ મેં જ કર્યું જેવો ભાવ પણ આવી જતો હોય છે પરંતુ અમીતભાઈ અને નરેન્‍દ્રભાઈના આ ટયુનિંગમાં આવી કોઈજ વસ્‍તુ બનતી નથી, અમીતભાઈનું કોઇપણ ભાષણ હોય, ચર્ચા હોય પછી ભલે તે ટીવી શો હોય, પત્રકારનો સવાલ હોય કે પછી હોય ચૂંટણી પ્રચાર મંચ અમીતભાઈ હંમેશા નરેન્‍દ્રભાઈની પ્રશંસા કરી તમામ જશ એમને જ આપતા હોય છે, જે બીજા નેતાઓમાં ભાગ્‍યેજ જોવા મળતું હોય છે અને કદાચ આવા અનેક મુદ્દાઓને લઈને જ બંને વચ્‍ચેની કેમેસ્‍ટ્રી જાળવતી હશે.

હવે જો આપણે નરેન્‍દ્રભાઈ અને અમીતભાઈની પ્રથમ મુલાકાતથી અત્‍યાર સુધીની એમની આ જોડીની ગતિવિધીને નજીકથી જોઈએ તો કહેવાય છે કે ૧૯૮૨-૮૩ માં અમદાવાદ ખાતે પ્રથમ વખત બંને વચ્‍ચે મુલાકાત થઈ હતી જ્‍યારે નરેન્‍દ્રભાઈ સંઘના પ્રચારક હતા અને અમીતભાઈ એ બી વી પી માં સક્રીય હતા સંઘના કાર્યાલયમાં બંને પ્રથમ વખત મળ્‍યા હતા,૧૯૮૪ થી ૧૯૮૬ દરમ્‍યાન થોડા નજીક આવ્‍યા.બંને એ સાથે સંગઠનમાં કાર્યમાં ભાગ લીધો, બંનેની વિચારધારા એક સરખી હોવાથી બંનેને જામતું ગયું,૧૯૮૭ માં નરેન્‍દ્રભાઈએ અમીતભાઈને બીજેપી યુવા મોરચામાં જોડાવા પ્રોત્‍સાહન આપ્‍યું,૧૯૯૦ માં અડવાણીજીની રથયાત્રા દરમ્‍યાન સાથે કામ કરવાનો મોકો મળ્‍યો જેમાં તેવી વધુ નજીક આવ્‍યા એવામાં ગુજરાતની રાજકીય આલમમાં એક બદલાવ આવ્‍યો.  વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે નરેન્‍દ્ર મોદી આવ્‍યા બસ પછી તો જોવું જ શું રહ્યું.

૨૦૦૧ થી ૨૦૧૩ સુધી આ જોડી એ જોરદાર ટીમવર્કથી કામ કરી તમામ ચૂંટણીઓ જીતી જબરજસ્‍ત નેટવર્ક તૈયાર કર્યું અને બંને વચ્‍ચે એક અદભૂત ટયૂનિંગ બન્‍યું જે આજે પણ જોવા મળે છે.

૨૦૧૩ થી અમીતભાઈને રાષ્‍ટ્રીય સ્‍તરની જવાબદારી સોંપાઈ અને અમીતભાઇએ જવાબદારીમાં પણ ખરા ઉતર્યા વર્ષ ૨૦૧૪ માં બીજેપીની લોકસભામાં ભવ્‍ય જીત બાદ તો દેશ માં જાણે  મોદી-શાહનો જાણે શરૂ થયો યુગ.

          ૨૦૧૪....૨૦૧૯...૨૦૨૪ એકપછી એક પડાવો પાર કરી બીજેપી ને આજે દેશની સૌથી મોટી પાર્ટી બનાવી જેમાં આ જોડી ની મુખ્‍ય ભૂમિકા રહી હોવાનું દરેક સ્‍વીકારે પણ છે...

(11:40 AM IST)