News of Tuesday, 21st October 2025
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો અમીતભાઈનો ૨૦૨૧ દિવસનો અદભૂત કાર્યકાળ
૯ જુલાઈ ૨૦૧૪ થી લઈને ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ સુધીનો બીજેપી માટે જાણે સુવર્ણ સમય : ભારતની સૌથી શક્તિશાળી પાર્ટી બની બીજેપી, ૧૦ થી વધુ રાજ્યોમાં બીજેપીનું શાસન વિસ્તર્યું, એનડીએ ગઠબંધનમાં પ્રાદેશિક પક્ષોને જોડ્યા, વિસ્તરણશીલ અને સફળ, રાષ્ટ્રવાદ, વિકાસ અને શાસન સુધાર, બીજેપી સભ્યોની સંખ્યા ૩.૨ કરોડ થી ૧૭ કરોડ થી વધુ થઈ, ચૂંટણીઓમાં પક્ષને અપાવી અદભૂત જીત

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી : અમીતભાઈની રાષ્ટ્રીય રાજકીય આલમમાં એન્ટ્રી થઈ બીજેપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, પક્ષને મજબૂત બનાવવા અને વિસ્તરણ કરવા મોદીજીના હાથ મજબૂત કરવા મેદાને આવ્યા અમીતભાઈ.
અમીતભાઈ ૪૯ વર્ષની વયે ૯ મી જુલાઈ ૨૦૧૪ ના રોજ ભારતીય જનતા પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને દેશભરમાં બીજેપીના માળખાનુ મજબૂતીકરણ હાથ ધર્યું, જેમાં પ્રથમ સફળતા મળી જમ્મુ કાશ્મીરમાં ડિસેમ્બર ૨૦૧૪માં ત્યાંની સરકારમાં બીજેપી ભાગીદાર બની,
વર્ષ ૨૦૧૫માં પક્ષમાં સભ્ય બનાવવાનું અભિયાન હાથ ધર્યું અને તે પણ વિશ્વનું સૌથી મોટું સભ્યપદ અભિયાન ૧૧ કરોડ સભ્યો, રણનીતિ આગળ ધપાવી બુથ સ્તર મજબૂત કરવા પેજ પ્રમુખનુ કોન્સેપ્ટ લાવ્યા.
માર્ચ ૨૦૧૬ માં ઉત્તરપૂર્વ માં ભાજપને મળી ઐતિહાસિક એન્ટ્રી, અમીતભાઈની મહેનત રંગ લાગી ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં માર્ચ ૨૦૧૭માં ૩૨૫ બેઠક સાથે યુપીમાં ભાજપે સરકાર રચી, વિપક્ષને સ્તબ્ધ કરી દીધા, આ સમયગાળામાં જ મણિપુર અને ગોવામાં રચી સરકાર, જુલાઈ ૨૦૧૭ માં ગુજરાતમાંથી ફરી રાજ્યસભા સાંસદ બન્યા.
ડિસેમ્બર ૨૦૧૭માં ગુજરાતમાં સતત ૬ મી વખત બીજેપીને જીત અપાવી,૨૦૧૮માં અથાગ પ્રયત્નો બાદ લેફટને હરાવી ત્રિપુરામાં ભવ્ય જીત અપાવી, આજ વર્ષના મે મહિનામાં કર્ણાટકમાં પાર્ટી નં.૧ સાથે સાથે તૈયારી શરૂ કરી લોકસભા ચૂંટણીની મેં ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૩૦૩ બેઠક અપાવી જેને પગલે ભારતની સૌથી મોટી પાર્ટી બની ભાજપ ફરી એકવાર અમીતભાઈને કેન્દ્રીય ગળહ મંત્રીની જવાબદારી સોંપાઈ અને તેમણે ૨૦ મી જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ અધ્યક્ષ પદ છોડી જગત પ્રકાશ નડ્ડા નવા અધ્યક્ષ બન્યા. આમ છતા આજે પણ અમીતભાઈ બીજેપીના સંગઠનને વ્યૂહાત્મક માર્ગદર્શન આપે છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
