<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

આધુનિક રાજકીય આલમના ચાણકય અમિતભાઇ શાહનો કાલે જન્‍મદિન

કેન્‍દ્રિય ગૃહ અને સહકાર મંત્રીનો ૬૨ માં વર્ષમાં મંગલ પ્રવેશઃ સંઘના કાર્યકરથી ગુજરાતના ગૃહમંત્રી અને હવે દેશના ગળહ મંત્રી સુધીની વણથંભી સફરઃ અમીતભાઈ હજુ સુધી એકપણ ચૂંટણી હાર્યા નથીઃ ભાજપ અધ્‍યક્ષ તરીકેના સાડા પાંચ વર્ષમાં પક્ષને અપાવી અદભૂત સિદ્ધિઓ ભારતીય ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ અમીતભાઈના નામે : આર્ટિકલ ૩૭૦ રદ કરાવ્‍યું, લદાખ ને અલગ કેન્‍દ્રશાસિત પ્રદેશ બનાવ્‍યો, આંતરિક સુરક્ષાનીતિ જાહેર કરી, દેશમાંથી નક્‍સલવાદને ડામવા કમર કસી, અનેક આકરા પરંતુ દેશહિત માટે લીધા નિર્ણયો, ચૂંટણીમાં જીત અને વ્‍યૂહાત્‍મકની રણનીતિમાં અમીતભાઈની અનેરી માસ્‍ટરી, સ્‍માર્ટ મેનેજમેન્‍ટ, અને મજબૂત રાષ્‍ટ્રવાદી વલણ, ટાઇમ મેનેજમેન્‍ટમાં દેશના શ્રેષ્ઠ રાજકારણી ઓ પૈકી એક અમીતભાઈ, રાજકીય ડેટા એનાલિસિસ અને એક્‍શન પ્‍લાનીંગમાં નિષ્‍ણાત, અમીતભાઈનો સ્‍વદેશી ટેક તરફ ઝુકાવ.... જી મેઈલ છોડી ને સ્‍વદેશી ઝોહો મેઈલ તરફ વળ્‍યા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા. ર૧: કેન્‍દ્રિય ગળહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહ નો આવતીકાલે એટલે કે ૨૨ મી ઓક્‍ટોબર ના રોજ જન્‍મ દિવસ છે, તેમના આ જન્‍મ દિવસે શુભેચ્‍છા આપવા સૌ કોઈ આતુર છે.

સંઘના સામાન્‍ય કાર્યકરથી શરૂ થયેલ સફર ગુજરાત ના ગળહમંત્રીથી લઈ ને દેશના ગળહ મંત્રી સુધીની સફર ખુબજ પ્રેરણા દાયક છે, અમીતભાઈના જન્‍મ દિનવેળા એ તેમના જીવનની એક ઝલક જોઈએ તો.

૨૨ મી ઓક્‍ટોબર ૧૯૬૪ ના રોજ મુંબઈ ખાતે વૈષ્‍ણવ પરીવાર માં જન્‍મ , મૂળ આ પરીવાર ઉત્તર ગુજરાત ના માણસા ના વતની પીતા નુ નામ અનીલ ચંદ્ર અને માતા નું નામ કુસુમ બેન,અનીલ ભાઈ એ ગુજરાત યુનિવર્સિટીમાંથી બાયોકેમિસ્‍ટ્રીમાં બી એસ સી કર્યું.

અમીતભાઈની કારકિર્દી વિશે જોઈએ તો વર્ષ ૧૯૮૦ માં એટલે કે માત્ર ૧૬ વર્ષ ની વયે અમિતભાઈ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘમાં જોડાયા અને વર્ષ ૧૯૮૨ માં તેઓ અખીલ ભારતીય વિધાર્થી પરીષદ ના મંત્રી બન્‍યા અને થોડા સમયમાં જ તેમની થઈ બીજેપીમાં  એન્‍ટ્રી, વર્ષ ૧૯૮૭ માં તેવો બીજેપી યુવા મોરચા સાથે જોડાયા બસ પછી તો જોવું જ શું રહ્યું.

૧૯૯૧ માં અમીતભાઈ ગુજરાતમાં બીજેપી સંગઠન મંત્રી બન્‍યા, તો ૧૯૯૫ માં ગુજરાત કો. ઓ બેંક ના સર્વેસર્વા બન્‍યા, અમીતભાઈની કારકીર્દીનો ગ્રાફ સતત આગળ ધપતો ગયો ,૧૯૯૭ માં અમીત ભાઈ ભારતીય જનતા યુવા મોરચા ના રાષ્‍ટ્રીય કોષાધ્‍યાક્ષ બન્‍યા,૧૯૯૭ માં અમીત ભાઈ પ્રથમ વખત અમદાવાદની સરખેજ બેઠક ઉપર થી વિધાનસભા ચૂંટણી લડ્‍યા અને હરીફ ઉમેદવારો ને ટક્કર આપી આશરે ૨૫૦૦૦ જેટલા મતો થી  જીત મેળવી, પ્રજાજનો ના હીત માટે એક પછી કામો કરતા ગયા, ૧૯૯૮ માં ગુજરાત ભાજપ માં મંત્રી તરીકે નિમાયા ફરી ૧૯૯૮ માં વિધાન સભા ની ચુંટણી લડી અને પ્રતિસ્‍પર્ધીના પડકારનો વળતો જવાબ આપી આશરે ૩૫૦૦૦ જેટલા મતો થી જીત મેળવી, ૧૯૯૯ ગુજરાત ભાજપ માં ઉપપ્રમુખ બન્‍યા, વર્ષ ૨૦૦૧ માં ગુજરાત ના રાજકીય આલમ માં એક બદલાવ થયો જેમાં કેશુભાઈ પટેલના સ્‍થાને હાઇકમાન્‍ડે ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદી ને કમાન સોંપી અને અમીતભાઈ ને જાણે એક નવો વેગ મળ્‍યો, ત્‍યારબાદ વર્ષ ૨૦૦૨ માં ફરી વિધાનસભા ચૂંટણી આવી સરખેજ બેઠક હવે અમીતભાઈ ને ફાવી ગઈ હતી આ વેળાએ  પ્રતિસ્‍પર્ધી  ઉમેદવારો ને આશરે ૧,૫૮,૦૩૬ જેટલા મતો થી ભવ્‍ય જીત મેળવી , આગળ તેવો ગુજરાત ના ગળહ  રાજ્‍યમંત્રી બન્‍યા, રાજકીય આલમ માં અમીતભાઈ ની ગાડી ફુલ સ્‍પીડે ચાલવા લાગી.

 ૨૦૦૭ ના વર્ષ માં અમીતભાઈ એ ફરી સરખેજ બેઠક ઉપર થી વિધાનસભા ચૂંટણી લડી આશરે ૨,૩૨,૮૨૩ જેટલા મતો થી ઐતિહાસિક જીત મેળવી સમય આગળ ધપતો ગયો આ બાજુ અમીત ઙ્કગતિ ના પંથે આગળ ધપતા જ રહ્યા, અમીત ભાઈ એ સરકાર માં કાયદા, ગળહ, કળષી અને પરિવહન જેવા વિભાગો સંભાળ્‍યા,૨૦૦૯ ના વર્ષ માં ગુજરાત ક્રિકેટ એસોસિયેશન ના પ્રમુખ બન્‍યા,૨૦૧૦ માં સોહરાબુદ્દીન એન્‍કાઉન્‍ટર ની અગ્નિ પરીક્ષા પણ આપી, ૨૦૧૨ માં ફરી વિધાનસભા ચૂંટણી આવી આ વેળા એ અમીત ભાઈ એ બેઠક બદલી ને નારણપુરા બેઠક ઉપર થી ચૂંટણી લડ્‍યા અને ફરી ૬૩૦૦૦ જેટલા મતો થી જીત મેળવી, ૧૯૯૭, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, અને ૨૦૧૨ ૫ વખત વિધાનસભા ચૂંટણી સતત લડ્‍યા અને જીત મેળવતા ગયા, જોકે વર્ષ ૨૦૧૨ પછી અમીત ભાઈ કયારેય ગુજરાત વિધાનસભા ચૂંટણી લડ્‍યા નથી.

હવે અમીત ભાઈ ને ગુજરાત નાનું લાગવા લાગ્‍યું હતું તેવો, નરેન્‍દ્રભાઇ મોદી ના આદેશ અનુસાર તેવો રાષ્‍ટ્રીય રાજનીતિ માં સક્રીય થયાં, વર્ષ ૨૦૧૩ માં અમીત ભાઈ ને ઉત્તરપ્રદેશ બીજેપીના પ્રભારી બન્‍યા, અને પ્રથમ વખત રાષ્‍ટ્રીય સ્‍તરે મોટા પદની જવાબદારી સંભાળી, અને અમીતભાઈ ના જીવનમાં શરૂ થઈ એક નવી સફર, વ્‍યૂહકાર ની રચના, અદભૂત આયોજન ને પગલે ૨૦૧૪ ની લોકસભા ની ચૂંટણી માં ભાજપે લોકસભા માં ભવ્‍ય જીત મેળવી,૧૬ મી મે ૨૦૧૪ ના રોજ આવેલ પરીણામ માં અમીત ભાઈ નો સિંહ ફાળો રહ્યો.

અમીતભાઈ ની હવે ભાજપ ને ખરી જરૂર હતી ૯ મી જુલાઈ ૨૦૧૪ ના રોજ તેવો બીજેપી ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બન્‍યા ભાજપ નો દેશભરમાં પ્રચાર અને પ્રસારમાં લાગ્‍યા, વર્ષ ૨૦૧૬ માં અમીતભાઈ સોમનાથ મંદિર ટ્રસ્‍ટ ના સભ્‍ય બન્‍યા જોતજોતામાં ફરી લોકસભા ની ચૂંટણી આવી મેં ૨૦૧૯ માં ભાજપ ને ૩૦૩ સીટ અપાવી ઐતિહાસિક જીત અપાવી આધુનિક રાજકીય આલમ ના ખરા અર્થમાં ચાણકય સાબિત થયા.

હવે નરેન્‍દ્રભાઈ એ ફરી અમીતભાઈ ની કાર્ય ભુમિકા બદલાવી, સંગઠનમાં અભુતપૂર્વ પરિવર્તન લાવી  પક્ષ ને મજબૂત બનાવ્‍યા બાદ દેશ હિત ના કાર્યો માટે મોદી સરકાર ૨.૦ સરકાર માં તેમને કેન્‍દ્રીય ગળહ મંત્રી બનાવ્‍યા.  ૩૦ મી મે ૨૦૧૯ ના રોજ અમીત ભાઈ એ કેન્‍દ્રીય ગળહ મંત્રી તરીકે શપથ લઈ નવી પીચ ઉપર બેટિંગ શરૂ કરી, ભલે પીચ બદલાઈ અમીતભાઈની ફટકાબાજી ચાલુ જ રહી, ટી ૨૦ રમતા હોય તેમ શરૂ કર્યા કામો, જમ્‍મુ કાશ્‍મીરમાંથી ૩૭૦ રદ કરાવી વિશ્વભરમાં ચકચાર મચાવી દીધી, નાગરિકતા સુધાર કાયદો પસાર કરાવ્‍યો, એટલું જ નહિ દેશ ની નકસલવાદી ઓ ને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા અનેક જટીલ સમસ્‍યાનો નિકાલ કરતા ગયા.

આ જવાબદારીઓ સાથે સાથે ૧૦ જુલાઈ ૨૦૨૧ ના રોજ અમીત શાહ સહકારી મંત્રી તરીકે નો પદભાર સંભાળ્‍યો અને સહકારિતા મંત્રી બન્‍યા, એમની રાજકીય કારકીર્દીની ગાડી સડસડાટ આગળ ધપી રહી છે.

કુળદેવી અને શ્રી નાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા અમીત ભાઈ નવરાત્રી માં બીજ ના દિવસે એમના વતન માણસા કુળદેવી  બહુચર માં ના દર્શને અચૂક આવે છે, અમીત ભાઈ ના પારિવારિક જીવન વિશે જોઈએ તો તેમના અર્ધાંગિનીનું નામ સોનલબેન છે જેવો ખૂબ જ સરળ સ્‍વભાવ ના અને તેઓ જાહેર માં ચર્ચા માં કયાંય હોતા નથી, અમીતભાઈ ને જય શાહ નામે એક પુત્ર છે, જે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્‍યક્ષ તરીકે કામગીરી બજાવે છે, તેમના પરીવાર ની લાઇફ સ્‍ટાઇલ લો પ્રોફાઇલ જોવા મળી છે.

એકે સમયે અટલ બિહારી વાજપેયીજી, અડવાણીજી અને ભાજપના દિગ્‍ગજ નેતાઓ ના પોસ્‍ટર લગાવતા અમીતભાઈ આજે પક્ષ ના પોસ્‍ટર બોય બની ગયા છે, ગુજરાતી, હિન્‍દી અને અંગ્રેજી ભાષા ઉપર સારી પકડ ધરાવતા અમીતભાઈ જાહેર સભા હોય કે હોય ચૂંટણી પ્રચાર  ખુબ જ સરળ ભાષામાં પણ સામેની વ્‍યક્‍તિ ને વાત ગળે ઉતારવામાં માહિર છે, ટીવી ડીબેટ શો હોય કે હોય પત્રકારનો વેધક સવાલ અમીતભાઈ આંકડાકીય અને મુદ્દાસર જવાબો થી દરેક ને મોહી લેછે, સંસદ માં જ્‍યારે તેવો પોતાની સ્‍પીચ દરમ્‍યાન જો આક્રમક બને તો વિપક્ષ ની બોલતી બંધ કરી નાંખે છે, ચેસ અને ક્રિકેટ ના શોખીન અમીતભાઈ નું પ્રિય પુસ્‍તક ચાણકય નીતિ અને સ્‍વામી વિવેકાનંદ સાહિત્‍ય છે, સ્‍વામી વિવેકાનંદ અને સરદાર વલ્લભભાઈ પટેલ તેમના પ્રેરણાસ્ત્રોત છે, કયારેક હળવું સંગીત સંભાળવું ગમે છે, ખોરાકમાં ઘરનું ખાવાનું વધુ પસંદ કરે છે સાદુ પરંતુ સમયસર ખાવાના આગ્રહી છે, દિવસના ૧૭ થી ૧૮ કલાક કાર્યરત રહે છે, મોટાભાગે સાદા પણ સુઘડ કુર્તા પાયજામા પહેરવાનું પસંદ કરે છે, કયારેક જેકેટ પહેરતા જોવા મળે છે. સ્‍વભાવે મિતભાષી પરંતુ કડક ખરા.

રાષ્‍ટ્રવાદ અને સામાજિક સેવામાં વિશ્વાસ ધરાવતા આપણા અમીતભાઈ શાહ આવતીકાલે એટલે કે ૨૨ મી ઓક્‍ટોબર ૨૦૨૫ ના રોજ યશસ્‍વી કારકીર્દી ના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨ વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે આ વેળાએ ‘અકિલા પરિવાર' તરફથી હાર્દિક શુભકામનાઓ....

Happy Birthday Amit Bhai.

(11:48 AM IST)