<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

દિપાવલીએ ફરી તેજીનો ચળકાટ : સોનામાં ર૪૦૦ અને ચાંદીમાં ર૦૦૦ રૂા. વધ્‍યા

સોનુ ૧૦ ગ્રામનો ભાવ વધીને ૧,૩૪,૪૦૦ અને ચાંદીનો ભાવ ૧,૬૭,૦૦૦ રૂા. થયા

 રાજકોટ, તા., ર૧: બુલીયન માર્કેટમાં દિપાવલીએસોના-ચાંદીમાં ફરી તેજીનો ચળકાટ જોવા મળ્‍યો હતો. સોનામાં ર૪૦૦ રૂા. અને ચાંદીમાં ર૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે મોડી રાત્રે સોનામાં ર૪૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૩ર,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૩૪,૪૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ર૪,૦૦૦ રૂા.નો તોતીંગ ઉછાળો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૩,ર૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૩,૪૪,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂા. વધ્‍યા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૬પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૬૭,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોનામાં ૧,૩પ,૦૦૦ અને ચાંદીમાં ૧,૮ર,૦૦૦ની હાઇ સપાટી બનાવ્‍યા બાદ ભાવો પટકાયા હતા. અમેરીકા દ્વારા ભારતમાં ૧૦૦ ટકા ટેરીફ લાદવાની ચીમકી અપાતા સોના-ચાંદીના ભાવમાં વધારો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

(12:34 PM IST)